બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિની ઉલટી ચાલનો અંત! આ દિવસે થશે માર્ગી, 4 રાશિના જાતકો માટે અશુભ

જ્યોતિષ / શનિની ઉલટી ચાલનો અંત! આ દિવસે થશે માર્ગી, 4 રાશિના જાતકો માટે અશુભ

Last Updated: 05:23 PM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ આગામી કાર્તિક પૂર્ણિમા એટલે કે 15મી નવેમ્બરના રોજ કુંભ રાશિમાં માર્ગી થવાના છે. અત્યારે તે કુંભમાં વક્રી ચાલ ચાલી રહ્યા છે. તેમના માર્ગી થવાથી અમુક રાશિની સમસ્યાઓ વધી જવાની છે. તેમને જીવનમાં કષ્ટ પડી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના પરિવર્તનથી દરેક રાશિઓ પર તેની સારી અને ખરાબ અસર થાય છે. કર્મફળ દાતા શનિદેવ અત્યારે વક્રી અવસ્થામાં છે જે ટુંક સમયમાં જ માર્ગી થવાના છે. તેઓ 29 જૂનના રોજ કુંભ રાશિમાં વક્રી થયાં હતા, જે હવે તે જ રાશિમાં 15 નવેમ્બરના રોજ સાંજે 7:15 વાગે માર્ગી થવાના છે. આ દિવસે દેવદિવાળી પણ છે. શનિના માર્ગી થવાથી અમુક રાશિના લોકોએ સાવધાનીપૂર્વક રહેવું, કેમ કે આ પરિવર્તન તેમના માટે અશુભ રહેવાનું છે.

શનિ દેવને દુઃખ, આયું, પીડા, કર્મચારી, દંડ વગેરેના કારક માનવામાં આવે છે. તેઓ નવ ગ્રહોમાં સૌથી પાવરફુલ અને ક્રૂર કહેવાય છે. તેમના માર્ગી થવાથી કઈ રાશિના લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તે જાણીએ.

PROMOTIONAL 1
  • કર્ક
    કર્ક રાશિમાં શનિ દેવ આઠમા ભાવમાં માર્ગી થવાના છે. જેથી કર્ક રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
  • સિંહ
    સિંહ રાશિમાં સાતમા ભાવમાં શનિ દેવ માર્ગી થશે, જેથી આ લોકોના જીવનસાથીના સ્વાસ્થ્યને અસર થશે. તેમને નાણાકીય સબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

વધુ વાંચો : ભારે નુકસાન માટે રહેજો તૈયાર, બુધ શનિ બગાડશે આ 3 રાશિના જાતકોની બાજી, રૂપિયા માટે તરસી જશો

  • કન્યા
    શનિ દેવની માર્ગી ચાલથી કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર થવાની છે. આ રાશિના જાતકોને ખર્ચ અથવા નુકસાન થવાની સંભાવના છે.
  • મીન
    મીન રાશિના જાતકો પર શનિ દેવની સાડા સાતીનો પ્રભાવ છે. મીન રાશિમાં 12 સ્થાન પર શનિ માર્ગી થવાના છે. જેના કારણે તમારે અચાનક કોઈ પૈસાનો ખર્ચ આવી શકે છે.ડી

(Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Shani Dev Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ