બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:23 PM, 19 February 2025
ચેમ્પિયન્સ ટ્રોફિની શરૂઆત થઇ ગઇ છે.ટૂર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે.આ મેચ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે ભાજત પાકિસ્તાન નહીં જવા પર ત્યાં બધા દેશોના રાષ્ટ્ર ધ્વજ લગાવાશે.પરંતુ તિરંગો લહેરાવામાં નહીં આવે.પરંતુ પાકિસ્તાનમાં ભારતનો રુતબો દેખાયો છે.
ADVERTISEMENT
Indian flag flying high in Karachi 🇮🇳🫡#ChampionsTrophy | #TeamIndia pic.twitter.com/TfmlfaC20f
— Indian Cricket Team (@incricketteam) February 19, 2025
તમને જણાવીએ કે ચેમ્પિયન્સ ટ્રોફિમાં ભાગ લેનાર 7 દેશોનો ઝંડા લગાવાયા હતા.તેને લઇને વિવાદ થયો છે.પરંતુ હમાણા એક ફોટો વાયરલ થયો છે.જેમાં પાકિસ્તાનમાં ભારતનો રુતબો દેખાઇ રહ્યો છે.ફોટોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કરાચી નેશલન સ્ટેડિયમમાં ભાતરનો તિરંગો લહેરાય છે.
ADVERTISEMENT
કરાચીમાં રમાઇ રહી છે ચેમ્પિયન્સ ટ્રોફિની પહેલી મેચ
2025 ચેમ્પિયન્સ ટ્રોફિની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે.પાકિસ્તાને પહેલા ટોસ જીતેને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પહેલા પણ ઝંડાને લઇને વિવાદ થયો હતો.ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા પાકિસ્તાનના કરાંચી નેશનલ સ્ટેડિયમમાં ઓપનિંગ ટુર્નામેંટ સેરેમની રાખી જેમાં ભારતનો ઝંડો નહોતો બતાવ્યો. તેના પર ભારતીય ફેન્સે સોશિયલ મીડિયા પર ખૂબ હંગામો મચાવ્યો. હવે પાકિસ્તાને આ મુદ્દા પર ચુપ્પી તોડી છે અને સ્પષ્ટીકરણ આપ્યું છે.
PCBની સ્પષ્ટતા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, આ નિર્દેશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તરફથી આવ્યો છે અને મેચના દિવસે ફક્ત ચાર ધ્વજ લહેરાશે. એવી પૂરી શક્યતા છે કે પાકિસ્તાનના ત્રણેય સ્થળોએ ભારતીય ધ્વજ દેખાશે નહીં, કારણ કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં એક પણ મેચ રમશે નહીં.
PCBના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, "ICCએ સલાહ આપી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના મેચના દિવસે માત્ર ચાર ધ્વજ ફરકાવવામાં આવશે, ICC, PCB અને તે દિવસે મેચ રમવા વાળી બંને ટીમો. ખૂબ સરળ છે."
વધુ વાંચો: ભારે નજર લાગી! શેર બજાર ફરી રેડ ઝોનમાં બંધ, જાણો કયા શેર રહ્યા ટોપ ગેનર અને લૂઝર?
ભારતની મેચ ક્યારે
ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બાંગ્લાદેશ ઉપરાંત ભારતના ગ્રુપમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો પણ શામેલ છે. ટીમ ઈન્ડિયા 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે, જ્યારે ભારત 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી લીગ મેચ રમશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમને 4-4 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ 9 માર્ચે રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.