Encounter of 9 terrorists in a single week in Kashmir
એન્કાઉન્ટર /
કાશ્મીરમાં ભારતની વીર સેનાનું પરાક્રમ, એક જ અઠવાડિયામાં 9 ટૉપ આતંકીઓ સાફ
Team VTV02:05 PM, 14 Oct 21
| Updated: 02:21 PM, 14 Oct 21
કાશ્મીરમાં સેનાના 5 જવાનો શહિદ થયા બાદ સેના પણ હવે એકશન મોડમાં આવી ગઈ છે. જેમા એકજ સપ્તાહમાં સેના દ્વારા હવે 9 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
કાશ્મીરમાં એકજ સપ્તાહમાં 9 આતંકીઓનું એન્કાઉન્ટર
આતંકીઓ અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલા હતા
આતંકીઓ યુવાઓને આંતકી પ્રવૃત્તિમાં જોડાવા કરતા હતા અપીલ
છેલ્લા અમુક દિવસોથી કાશ્મીરમાં આતંકી હુમલાઓ વધી ગયા હતા. જેને કારણે સેના દ્વારા પણ હવે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. હવે સેના દ્વારા આતંકીઓને શોધી શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં હને એક સપ્તાહમાં સેનાએ કુલ 9 આતંકીઓનો સફાયો બોલાવી દીધો હોવાનું સામે આવ્યું છે.
5 જવાનો શહિદ થયા હતા
જે પણ આતંકીઓ માર્યા ગયા તેઓ જુદા જુદા આતંકી સંગઠનો સાથે જોડાયેલા હતા. સાથેજ આ લોકોએ કાશ્મીરના લોકો પર હિંસક હુમલાઓ પણ કર્યા હતા. ઉપરાંત આતંકીઓના હુમલામાં સેનાના 5 જવાનો પણ શહિદ થયા હતા.
અકીબ બશીર
સેનાએ જે આતંકીઓને ઠાર કર્યા છે. તેમા અકીબ બશીર નામનો આતંકીને શોપિયામાં ઠાર કરવામાં આવ્યો હતો. જેણે સીઆરપીએફના ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો જેના કારણે એક જવાન તેમજ કાશ્નમીરનો એક નાગરીક ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાથેજ તે સ્થાનિક યુવકોને પણ આંતકવાદમાં શામેલ થવા પ્રેરિત કરતો હતો.
ઈમ્તિયાઝ મદ ડાર
આ આંતકી લશ્કર-એ-તૈયબાનો આતંકી હતો. જેને 11 ઓક્ટોબરના રોજ બાંદિપોરામાં ઠાર કરવામાં આવ્યો હતો .
યાવર ગની ડાર
યાવર જૈશ-એ-મહોમ્મદ સાથે જોડાયેલો સી કેટેકરીનો આતંકી હતો. જેને 11 ઓક્ટોબરના રોજ અનંતનાગમાં ઠાર કરવામાં આવ્યો હતો. . સાથેજ તે સ્થાનિક યુવકોને પણ આતંકીવાદી બનવા માટે પ્રેરીત કરતો હતો.
દાનિશ હુસૈન ડાર
દાનિશ લશ્કર એ તૈયબ સાથે જોડાયેલો સી કેટેગરીનો આતંકી હતો. તેને 12 ઓક્ટોબરના રોજ સેનાએ શોપિયામાં ઠાર કર્યો હતો. તેણે સામાન્ય નાગરીકો પર ગોળી બારી કરી હતી સાથેજ તે સ્થાનિક યુવાનોને પણ આતંકી પ્રવૃત્તિમાં શામલ થવા પ્રેરિત કરતો હતો.
યાવર હસન નાઈકો
યાવર હસન હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો. તેને 12 ઓક્ટોબરના રોજ શોપિયામાં ઠાર કરવામાં આવ્યો હતો. તેણે પોલિસ અને સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતુ.
મુખ્તાર અહમદ શાહ
આતંકી મુખ્તાર અહમદ શાહ લશ્કર અને ટીઆરએફ સાથે જોડાયેલો હતો તેને પણ 12 ઓક્ટોબરના રોજ શોપિયામાં ઠાર કરવામાં આવ્યો તેણે બિહારના વિેરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી.
ખુબૈબ અહમદ નેંગરુ
ખુબૈબ અહમદ નેંગરુ હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી હતો. તે પણ 12 ઓક્ટોબરના રોજ સોપિયામાં ઠાર થયો હતો. તેણે એક નિર્દોષ નાગરીકને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો.
ઉબેદ અહમદ ડાર
ઉબેદ લશ્કર અને ટીઆરએપ સાથે જોડાયેલો હતો. જેથી તેને ઠાર કરવામાં આવ્યો હતો. ઉબેદે તેના સાથિદારો સાથે મળીને કુલગામ પોલીસ પાર્ટી પર અને પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે જખ્મી પણ થયો હતો.
શમસીન અહમદ સોફી
આંતીક સૌફી જૈશ એ મહોમ્મદ સાથે જોડાયેલો હતો. તેણે ત્રાલમાં ત્રણ નાહરીકોની હત્યા કરી હતી. સાથેજ તે યુવાનોને પણ આતંકી પ્રવૃત્તિઓમાં શામેલ થવા માટે પ્રેરીત કરતો હતો.