બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Encounter Between Security Forces And Terrorists In Srinagar

શ્રીનગર / CRPF અને આતંકીઓ વચ્ચે ચાલી રહ્યું છે એન્કાઉન્ટર, ઈન્ટરનેટ સેવાઓ થઈ બંધ

Bhushita

Last Updated: 09:37 AM, 19 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારની મધ્યરાત્રિએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં કેટલાક મકાનોને ઘેરી લેવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન ત્યાં છુપાયેલા આતંકીઓએ તેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. CRPFએ કેટલાક ઘરોને ઘેરી લીધા અને તેમની પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું. આ પછી શ્રીનગરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

  • શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં શરૂ થયું એન્કાઉન્ટર
  • CRPF અને આતંકીઓ વચ્ચે ચાલી રહ્યું છે એન્કાઉન્ટર
  • એન્કાઉન્ટર શરૂ થયા બાદ ઈન્ટરનેટ સેવાઓ થઈ બંધ

મોડીરાતે  શરૂ થયેલા આ ગીચતાવાળા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ કેટલાક મકાનોને ઘેરી લીધા હતા ત્યારે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ પછી શ્રીનગર શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

જેકેપી અને CRPF કરી રહ્યા છે એકમેક પર ફાયરિંગ

શ્રીનગરના નવાકદળ વિસ્તારમાં સુરક્ષાબળ અને આતંકવાદીઓની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ સમયે કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટી કર્યું છે કે શ્રીનગરના કાનેમજાર નવાકદળમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. જેકેપી અને સીઆરપીએફ પોતાનું કામ કરી રહી છે. 


આ પહેલાં પણ 28 એપ્રિલે શોપિયામાં સુરક્ષાબળોની વચ્ચેની અથડામણમાં 3 આતંકવાદી મોતને ભેટ્યા હતા. 17 મેના રોજ જમ્મૂ કાશ્મીરના ડોડામાં સુરક્ષાબળ અને આતંકવાદી વચ્ચેના એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હતો. તેમાં એક આતંકવાદી પણ મોતને ભેટ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Encounter Internet Jammu and Kashmir Srinagar Terrorists forces security આતંકીઓ ઈન્ટરનેટ એન્કાઉન્ટર શ્રીનગર Srinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ