શ્રીનગરના સૌરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં 2 આતંકી ઠાર કરાયા છે.
અથડામણમાં બે આતંકવાદી ઠાર થયા
આ અથડામણમાં 2 જવાન ઘાયલ થયા
જમ્મુમાં ગુરુવારે રાતે ફરી ડ્રોન દેખાયા, નંદપુરમાં સેનાએ ડ્રોન પર ફાયરિંગ પણ કર્યુ
અથડામણમાં બે આતંકવાદી ઠાર થયા
કાશ્મીરમાં આતંકની વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ક્લીન સતત જારી છે. શ્રીનગરના સૌરા વિસ્તારમાં મોડી રાતથી આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં બે આતંકવાદી ઠાર થયા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓના મૃતદેહ જપ્ત કર્યા છે.
2 જવાન ઘાયલ
આ મુઠભેડમાં સીઆરપીએફના બે જવાનો ઘાયલ થવાના સમાચાર છે. ગત કેટલાક સમયથી સતત અલગ અલગ જગ્યાઓ પર અથડામણ થઈ રહી છે અને સુરક્ષાદળોએ અનેક આતંકવાદીઓને ઠાર કર્યા છે.
ત્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલીસે બાંદીપોરાથી આતંકવાદીઓના 3 મદદગારોની ધરપકડ કરી. ગોળા બારુદ, નકલી સીમ અને નકલી દસ્તાવેજો સહિત અનેક સમાન જપ્ત કર્યો છે.
જમ્મુમાં ગુરુવારે રાતે ફરી ડ્રોન દેખાયા, નંદપુરમાં સેનાએ ડ્રોન પર ફાયરિંગ પણ કર્યુ
ગત રાતે જમ્મુમાં ફરી 4 ડ્રોન જોવા મળ્યા છે. જમ્મુમાં રાતે 8 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે 4 જગ્યાઓ પર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. આ ડ્રોન સાંબાના નંદપુર, હીરાનગરમાં અને જમ્મુના મીરસાહબ અને સતવારીમાં જોવા મળ્યા છે.
નંદરપુર વિસ્તારમાં ડ્રોન પર ફાયરિંગ
નંદપુરમાં સેનાએ ડ્રોન પર ફાયરિંગ પણ કર્યુ છે. જાણકારી મુજબ 8 વાગીને 10 મિનિટ પર મીર સાહેબમાં, સવા 8 વાગે નંદપુરમાં 8 વાગીને ચાલીસ મિનિટ પર હીરાનગરમાં અને પોણા 9 વાગે જમ્મુના સતવારીમાં ડ્રોન દેખાયાના સમાચાર મળ્યા છે.