બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા! અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં જ મળી દારૂની ખાલી બોટલો
Last Updated: 09:25 PM, 23 July 2024
રાજ્યમાં દારૂનું દૂષણ અટકાવવા માટે પોલીસ વિભાગ અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરે છે. જેમાં પોલીસ અનેક બુટલેગરોની ધરપકડ પણ કરે છે, પરંતુ ક્યારેક બુટલેગરને પકડનારા પોલીસ કર્મચારીઓ પર સવાલ ઉભા થાય છે.
ADVERTISEMENT
પોલીસ કમિશનરની કચેરીમાં દારૂની ખાલી બોટલ !
ADVERTISEMENT
રાજ્યમાં પોલીસ કર્મચારી નશામાં ધૂત હોય તેવા અનેક વીડિયો સામે આવ્યા છે, ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં દારૂની ખાલી બોટલ જોવા મળી છે. કમિશનર કચેરીમાં PCB સ્ક્વોડ હોવા છતાં દારૂની બોટલ જોવા મળી છે. જેથી પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો, પંચમહાલમાં વધુ 3 બાળકો શંકાસ્પદ વાયરસની ઝપેટમાં
દારૂબંધીના ઉડ્યા ધજાગરા
ADVERTISEMENT
પોલીસ કમિશનરની કચેરીમાં અવાવરૂ જગ્યાએ દારૂની ખાલી બોટલનો વીડિયો વાયરલ થતાં પોલીસ પર વેધક સવાલો થઈ રહ્યાં છે. રક્ષક જ ભક્ષક જેવો ઘાટ અહીં સર્જાયો છે, રોકે એને જ ટોકવા પડે તેવો ઘાટ આ કિસ્સામાં થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.