બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / employee pension scheme eps 1995 restore normal pension after commutation know details

ફેરફાર / પ્રોવિડન્ટ ફંડનો નવો નિયમ, હવે આટલા વર્ષ પછી જ મળશે સંપૂર્ણ પેન્શન

Bhushita

Last Updated: 09:42 AM, 26 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પેન્શનનો ફાયદો લો છો અને સાથે જ કમ્યુટેશનનો (પેન્શનની રકમમાંથી કેટલીક રકમ એકસાથે લેવી) ફાયદો પણ લો છો તો તમારા માટે આ ખાસ કામની વાત છે. હાલમાં સરકારે લીધેલા પગલાંના આધારે કમ્યુટેશનનો ફાયદો લેનારા પેન્શનર્સને પણ 15 વર્ષ પૂરા થયા બાદ પેન્શન મળતું રહેશે.

  • પેન્શન ધારકોને મળશે મોટો ફાયદો
  • પ્રોવિડન્ટ ફંડનો આવ્યો નવો નિયમ
  • કમ્યુટેશનનો ફાયદો લેનારાને પણ મળશે ફાયદો

સરકારે એક નોટિફિકેશનના આધારે જણાવ્યું છે કે જે લોકોએ 25 સપ્ટેમ્બર 2008 સુધીમાં કે તેની પહેલાં કમ્યુટેશનનો ફાયદો લીધો છે તેમને 15 વર્ષ પૂરા થયા બાદ સામાન્ય પેન્શન મળવાનું શરૂ થશે. સરકારના આ નિર્ણયથી લગભગ 6.3 લાખ પેન્શન ધારકોને ફાયદો મળવાની આશા છે. 

15 વર્ષ બાદ મળી શકે છે સામાન્ય પેન્શન

શ્રમ અને રોજગાર મંત્રાલયે કર્મચારી પેન્શન યોજનાનું 1995માં સંશોધન કર્યું. સરકારે આ જાણકારી પોતાના નોટિફિકેશનમાં 20 ફેબ્રુઆરીએ આપી હતી. કમ્યુટેશન ગ્રાંટ આપ્યા બાદ સામાન્ય પેન્શનની વ્યવસ્થા છે. સંશોધનમાં કહેવાયું છે કે ઈપીએસ1995ના પેરેગ્રાફ 12એના આધારે કમ્યુટેશનની સુવિધા આપવામાં આવશે. જે લોકોએ 25 સપ્ટેમ્બર 2008 સુધીમાં કે તેની પહેલાં કમ્યુટેશનનો ફાયદો લીધો છે તેમને 15 વર્ષ પૂરા થયા બાદ સામાન્ય પેન્શન મળવાનું શરૂ થશે. 

પહેલાં લાગૂ હતો આ નિયમ

જૂના નિયમના આધારે જો કર્મચારી પોતાના રિટાયરમેન્ટ પછી પેન્શનથી કમ્યુટેશનની સુવિધા લે છે એટલે કે પેન્શન ફંડમાંથી કેટલીક રકમ એકસાથે લે છે તો કર્મચારીને બાકી પેન્શન રાશિના આધારે ઓછું પેન્શન આપવામાં આવતું. હવે સરકારે આ માટે 15 વર્ષનો સમય નક્કી કર્યો છે. આ પછી પેન્શન ધારકને સામાન્ય પેન્શન મળવાનું શરૂ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Pension Rules commutation કમ્યુટેશન નિયમ પેન્શન પ્રોવિડન્ટ ફંડ ફાયદો pension scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ