બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / emotional jethalal remember natu kaka and talk about shailesh lodha and disha vakani

TMKOC / જેઠાલાલે પરમ મિત્ર 'મહેતા સાહેબ' અને દયા વિશે કહ્યું આવું, નટુકાકાને પણ કર્યા યાદ

MayurN

Last Updated: 06:16 PM, 19 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં હાલ જ શૈલેશ લોઢાને લઈને ખબર આવી રહી છે કે શોમાં તે પરત ફરવાના છે ત્યારે જેઠાલાલે આ વિશે ચર્ચા કરી હતી.

  • તારક મહેતા શોમાં પરત ફરી શકે છે શૈલેશ લોઢા 
  • દિશા વાકાણી હવે દયા ભાભીના રોલમાં નહી જોવા મળે 
  • જેઠાલાલે નટુકાકાને કર્યા યાદ 

શૈલેશ લોઢા ફરીથી તારક મહેતાના રોલમાં જોવા મળી શકે છે  
બધાનો ફેવરીટ શો એટલે કે તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં ઘણા સમયથી ફેરફારો જોવા મળ્યા હતા આપના બધાના લાડકવાયા દયાબેન ઘણા સમયથી શો માંથી દુર છે ત્યારે નટુકાકાના નિધન પછી એમનું પાત્ર પણ ખાલીપો વર્તાવે છે અને હવે તારક મહેતા એટલે કે શૈલેશ લોઢા વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આપણા જેઠાલાલ એટલે કે દિલીપ જોશી નું આ બાબતે રીએક્શન સામે આવ્યું છે. ત્યારે જેઠાલાલની વાત માનવામાં આવે તો શૈલેષ લોઢા શોમાં પરત ફરી શકે છે. જેઠાલાલની વાત માનવામાં આવે તો શૈલેષ લોઢા શોમાં પરત ફરી શકે છે.

 

નટુકાકાને યાદ કર્યા 
એક વિડીયોમાં દિલીપ જોશી પોતાની ગડા ઇલેક્ટ્રોનિકની નવી દુકાનના ઉદઘાટન સમયે નટુ કાકાને યાદ કરતા જણાવે છે કે ‘ઘનશ્યામભાઈ... નટુકાકા અમારી સાથે નથી, પણ અમે તેમને બહુ જ યાદ કરીએ છીએ, આજે અમે દુકાનમાં આવીને... પરંતુ અમને ખબર છે કે તેઓ જ્યાં પણ હશે અમને આશીર્વાદ આપતા હશે. આ બધું જોઈને...’

દયાભાભી વિશે પણ કરી ચર્ચા 
દિલીપ જોશીએ દિશા વાકાણીની ગેરહાજરીને લઈને જણાવ્યું હતું કે "દયા આવવાની હતી, ફરીથી તેણે અમને બનાવ્યા. ખબર નહીં અસિતભાઈ શું કરવા માગે છે. આશા રાખીએ કે જેઠાલાલના અચ્છે દિન બહુ ઝડપથી આવે."

 

દયાભાભી માં હવે દિશા વાકાણી નહી જોવા મળે 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા ભાભીના રોલમાં દિશા વાકાણી હતી . જે છેલ્લાં 5 વર્ષથી શોમાં નથી. સિરિયલમાં તેમની ગેરહાજરીને એવું કહીને જસ્ટિફાય કરવામાં આવી છે કે દયા પોતાના પિયર અમદાવાદમાં છે. દર થોડા સમયાંતરે ફરી ફરીને એવી ચર્ચાઓ વહેતી થાય છે કે જલદી જ દિશા વાકાણી પરત ફરશે, પરંતુ તે ખાલી અફવાઓ જ રહે છે, પરંતુ હાલમાં જ અસિત મોદીએ સ્પષ્ટ કહી દીધું હતું કે દિશા વાકાણી હવે ક્યારેય પણ શોમાં પરત નહીં ફરે. નવા દયાબેનના રોલ માટેનાં ઓડિશન પણ શરૂ થઇ ચૂક્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dilip Joshi Disha Vakani Jethalaal Shailesh Lodha TMKOC Tv Show
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ