ગુડ ન્યૂઝ / કોરોના સંક્રમિત યાત્રીઓને આ એરલાઈન્સ આપશે આટલા કરોડ રૂ.ના મેડિકલ ખર્ચની ખાસ સુવિધા, જાણો નવો ફેરફાર

 emirates to provide free cover for medical expenses and quarantine costs to passengers

વિમાન કંપની એમિરેટ્સ (Emirates Airline)એ કોરોનાના સમયમાં પોતાના પેસેન્જર્સના કોન્ફિડન્સને બૂસ્ટ અપ કરવા માટે એક ખાસ સ્કીમ શરૂ કરી છે. એમિરેટ્સે જાહેરાત કરી છે કે તેઓ પોતાના પેસેન્જર્સને કોરોના મેડિકલ અને ક્વૉરન્ટાઈન ફેસિલિટી ખર્ચ આપશે. આ સુવિધા તમામ ક્લાસના યાત્રીઓ માટે હશે જે એમિરેટ્સ ફ્લાઈટ્સથી ટ્રાવેલ કરશે. દુબઈની ખાસ વિમાન કંપનીએ કહ્યું કે તે 1.50 લાખ યૂરો એટલે કે લગભગ 1.3 કરોડ રૂપિયાનો મેડિકલ ખર્ચ અને 100 યૂરો પ્રતિ દિવસ એટલે કે 8691.10 રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. ક્વૉરન્ટાઈન ખર્ચ 14 દિવસને માટેનો ગણાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ