નોંધી લો..! ઈમરજન્સી હેલ્પ માટે હવે આ નંબર, CM રૂપાણીએ કરાવી શરૂઆત

By : kavan 11:59 AM, 19 February 2019 | Updated : 11:59 AM, 19 February 2019
ગાંધીનગર: હવે તમામ આકસ્મિક સેવાઓ માટે નવી હેલ્પલાઈન નંબર 112 કરોડના ખર્ચે પ્રારંભ કરવામાં આવી છે. રૂપિયા 11 કરોડની નવી જોગવાઈ સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા હેલિપેડ ગ્રાઉન્ડ પરથી આ સેવાનો શુભારંભ કરાવ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેવા સહિત અભિયમ, પશુ હેલ્પલાઈન માટે આ સેવા ઉપયોગી સાબીત થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કે નવરચિત-7 જિલ્લાઓમાં 112 હેલ્પલાઇનનો અમલ કરવામાં આવશે. જેની શરૂઆત ગત સાંજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેથી જ કરાવ્યો હતો.

આ હેલ્પલાઇનના અમલીકરણ માટે કેન્દ્રસરકાર દ્વારા ગુજરાતને રૂ.11.87 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 

 આપને જણાવી દઇએ કે, આ હેલ્પલાઇનના પ્રથમ તબક્કામાં GVK EMRIના હાલના ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને સાત જિલ્લાઓમાં આગામી તા.24 જાન્યુઆરી 2019 થી હેલ્પલાઇન નંબર-112 આધારિત ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી સેવાઓ કાર્યરત થશે ત્યારબાદ, બીજા તબક્કામાંમાં સમગ્ર રાજ્યમાં હેલ્પલાઇન 112 આધારિત ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી સેવાઓ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવશેRecent Story

Popular Story