બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 79માં ક્રીમ ખરીદી, પરંતુ વાયદા મુજબ ગોરી ત્વચા ન બનતા ગ્રાહકે લીધો કોર્ટનો સહારો, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

દિલ્હી / 79માં ક્રીમ ખરીદી, પરંતુ વાયદા મુજબ ગોરી ત્વચા ન બનતા ગ્રાહકે લીધો કોર્ટનો સહારો, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

Last Updated: 10:15 AM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇમામી લિમિટેડ સામે ફરિયાદ કરનાર વ્યક્તિએ પોતાની દલીલમાં જણાવ્યું કે તેણે 2013માં 79 રૂપિયામાં ક્રીમ ખરીદ્યું હતું, પરંતુ પ્રોડક્ટ તેને ગોરી ત્વચાનું આશ્વસિત પરિણામ આપવામાં નિષ્ફળ રહી.

ઇન્ડિયન મલ્ટિનેશનલ કંપની ઇમામી લિમિટેડ (Emami Ltd) પર અયોગ્ય વેપાર વ્યવહાર કરવાના આરોપમાં 15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ નિર્ણય એક જિલ્લા ગ્રાહક ફોરમે આપ્યો છે. સેન્ટ્રલ દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન કંપની વિરુદ્ધ તેની પ્રોડક્ટ 'ફેર એન્ડ હેન્ડસમ' ક્રીમ (Fair and Handsome Cream) માટે અયોગ્ય વેપાર વ્યવહારની ફરિયાદ પર સુનાવણી કરી રહ્યું હતું.

એક વ્યક્તિએ ઇમામી લિમિટેડ (Emami Ltd) પર આરોપ લગાવ્યો હતો કે કંપનીની ફેરનેસ ક્રીમની જાહેરાત ભ્રામક અને ગેરમાર્ગે દોરનાર છે. ફરિયાદ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે તેણે 2013માં 79 રૂપિયામાં ક્રીમ ખરીદ્યું હતું, પરંતુ પ્રોડક્ટ તેને ગોરી ત્વચાનું આશ્વસિત પરિણામ આપવામાં નિષ્ફળ રહી. ફોરમના ચીફ ઈન્દર જીત સિંહ અને સભ્ય રશ્મિ બંસલે 9 ડિસેમ્બરે આ આદેશ આપ્યો.

'ન મળ્યું યોગ્ય પરિણામ...'

ફરિયાદીએ આક્ષેપ કર્યો કે, "ઉત્પાદનના પેકેજિંગ અને લેબલ પર આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર પ્રોદાક્તનો નિયમિત ઉપયોગ કરવામાં આવ્યો હતો. જલ્દી ચમકતી ગોરી ત્વચા માટે દિવસમાં બે વાર ચહેરા અને ગરદન પર ક્રીમનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ ત્વચા ગોરી ન થઈ." આમાં એમ પણ પહેવામાં આવ્યું કે ઇમામી લિમિટેડના જણાવ્યા મુજબ, ફરિયાદકર્તા એ સાબિત કરી શક્યા ન હતા કે તેણે સૂચના મુજબ ક્રીમનો ઉપયોગ કર્યો હતો.

ફોરમે કહ્યું કે રેકોર્ડમાં એવું કંઈ નથી કે જેના પરથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી ફરિયાદીની ત્વચા ગોરી થઈ ગઈ હતી કે નહીં. આ દરમિયાન, કંપની દ્વારા લખવામાં આવેલી વાતો પર ધ્યાન આપવામાં આવ્યું જે વ્યક્તિગત કેર પ્રોડક્ટથી ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે, પ્રોડક્ટનો યોગ્ય ઉપયોગ અને પૌષ્ટિક આહાર, વ્યાયામ, તંદુરસ્ત ટેવો અને સ્વચ્છ રહેવાની સ્થિતિ જેવા ઘણા પરિબળોની જરૂર હોય છે.

ફરિયાદીને દોષિત ઠેરવી શકાય નહીં

ફોરમે કહ્યું, "પ્રોડક્ટના પેકેજિંગ અને લેબલિંગ પર આવી કડક શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. લેખિત સબમિશનમાં અન્ય સુધારો એ છે કે પ્રોડક્ટ 16-35 વર્ષની ઉંમરની વચ્ચેના સામાન્ય યુવાન પુરુષો (બીમાર લોકો માટે નહીં) માટે છે. પેકેજિંગ પર એ વાત વિશે પણ વિસ્તારમાં નથી લખવામાં આવ્યું કે કંપની અનુસાર બીમાર વ્યક્તિનો અર્થ શું છે?

ફોરમે કહ્યું કે ઇમામી લિમિટેડ (Emami Ltd) એ આરોપ લગાવીને ફરિયાદીને દોષિત ઠેરવી શકે નહીં કે સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું નથી. ગ્રાહક ફોરમે જણાવ્યું કે, "કંપની જાણતી હતી કે સૂચનાઓ અધૂરી છે અને અન્ય પરિબળોનું પાલન ન કરવાથી પરિણામ આવશે નહીં." ફોરમે કહ્યું કે આનાથી ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અને અયોગ્ય વેપાર વ્યવહાર સાબિત થાય છે કે પ્રોડક્ટ અને વેચાણને પ્રોત્સાહન આપવા માટે આવી રણનીતિ અપનાવવામાં આવી હતી. ઇમામી લિમિટેડે (Emami Ltd) જાહેરાતો અને પેકેજિંગ દ્વારા ગેરમાર્ગે દોરનારી અને ભ્રામક પ્રથાઓ અપનાવીને અનુચિત વેપાર વ્યવહાર અપનાવ્યો છે.

PROMOTIONAL 13

તેમાં કહેવામાં આવ્યું છે, "ફરિયાદને આંશિક રીતે સ્વીકારવામાં આવે છે, સાથે જ નિર્દેશ આપવામાં આવે છે કે કંપનીએ તેના પ્રોડક્ટ સંદર્ભમાં અનુચિત વેપાર વ્યવહાર બંધ કરે, પોતાના બ્રાન્ડ એમ્બેસેડર અથવા તે પેકેજો, લેબલો, જાહેરાતો પાછી લે અને ઓડિયો અથવા વિઝ્યુઅલ અથવા બંને માધ્યમથી ફરીથી જાણકારી પ્રેઝેન્ટ કરે અને 14.50 લાખનું દંડ જમા કરો." ફોરમે કહ્યું કે દંડની રકમ દિલ્હી રાજ્ય ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા થવી જોઈએ અને સાથે જ ફરિયાદીને ભરપાઈ તરીકે રૂ. 50,000 અને મુકદ્દમા ખર્ચ તરીકે રૂ. 10,000 પણ આપવા જોઈએ.

આ પણ વાંચો: Share Market Today: મામૂલી ઉછાળા સાથે ખુલ્યું શેરબજાર, જાણો કયા શેર મોટા ઉતાર-ચઢાવ સાથે ખુલ્યા

જણાવી દઈએ કે આ કેસની સુનાવણી લાંબા સમય સુધી ચાલી અને 2015માં ડિસ્ટ્રિક્ટ ફોરમે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ બાદમાં દિલ્હી સ્ટેટ કન્ઝ્યુમર કમિશને આ કેસને ફોરમને પરત કરી દીધો અને પછી પુરાવાનું સંપૂર્ણ મૂલ્યાંકન કરીને નવેસરથી કાર્યવાહી શરૂ કરવા કહ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Emami Ltd Fair and Handsome Cream Delhi Consumer Forum
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ