2018માં ડેટા લીકના કેટલાય મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. જો કે 2019ની શરૂઆત પણ ડેટાલીક મામલા સાથે જ થઇ છે. જેનો એક મોટો ખુલાસો troyhunt.com દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યો છે. રિસર્ચર ટ્રાઇ હંટના જણાવ્યા મુજબ દુનિયાના લગભગ 77.3 કરોડ ઇમેઇલ આઇડી હેક થયા છે.
જે સિવાય 2.1 કરોડ પાસવર્ડ પણ તાજેતરમાં હેક થયાં હોવાનું ખુલવા પામ્યું છે. ટ્રાઇહંટે તેને "Collection #1" નામ આપ્યું છે અને troyhunt.comના જણાવ્યા મુજબ આ એક ઇમેઇલ આઇડી અને પાસવર્ડનો સેટ છે જેમાં કુલ 2 692 818 238 છે. તેમનું કહેવું છે કે હજારો સોર્સીસ અને ડેટા લીકના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
ટ્રોયહંટના જણાવ્યા અનુસાર ગત સપ્તાહે કેટલાક લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો અને પોપ્યુલર ક્લાઉડ સર્વિસ MEGA ની એક મોટી ફાઈલ કલેક્શન અંગે જાણકારી આપવામાં આવી હતી. જેમાં લગભગ 12 000થી વધારે અલગ-અલગ ફાઈલો હાજર હતી.
આ ફાઈલોની સાઈઝ આશરે 87GB થી પણ વધુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના એક પરિચિતે પોપ્યુલર હેકિંગ ફોરમ અંગે જણાવ્યું હતું જ્યાં આ ડેટા સોશ્યલાઇઝ્ડ દૃષ્ટિએ આ તસવીર પણ સાથે જ હતી.
આપને જણાવી દઇએ કે ટ્રોયે લોકોને પોતાના ઇમેઇલ આડી અને પાસવર્ડ હેક થવા અંગે જાણવાની વિગતો પણ સમજાવી જેના દ્વારા તમે તમારું મેઇલ એડ્રેસ હેક થયું છે કે નહીં તે અંગે સરળતાથી જાણી શકો છે. તેમણે પોતાના ડેટાબેઝને haveibeenpwned.com જોડી દીધેલ છે.
જો કોઇ વ્યક્તિ એ જાણવા માંગે છે કે પોતાનું ઇમેઇલ અને પાસવર્ડ હેક થયા છે કે નહીં તે માટે https://haveibeenpwned.com પર જઇને પોતાના ઇમેઇલ આઇડીને ડાયલોગ બોક્સમાં નાંખો.
આ બાદ જો તમને 'ગુડ ન્યૂઝ' તેવો જવાબ મળે તો તેનો અર્થ એ છે કે તમારું આઈડી હેક થયું નથી. પરંતુ જો ' 'Oh no-Pwned' લખાઈને આવે તો સમજવું કે તમારું આઈડી હેક થઇ ગયું છે. આ પ્રકારનો મેસેજ સ્ક્રીન પર આવે તો તાત્કાલિક અસરથી પાસવર્ડ બદલી દેવો.