બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:34 PM, 18 October 2022
ADVERTISEMENT
જો તમે આધાર કાર્ડનો ઉપયોગ કરો છો અને ક્યાંય પણ તમારા આધારનો ઉપયોગ થાય છે અને તેની જાણકારી મેળવવા માંગો છો તો તમે પોતાના આધાર કાર્ડથી ઈમેલ આઈડી જોડી શકો છો. આધારના વધતા ચલણથી દુરઉપયોગની ઘટનાઓમાં વધારો થયો છે. સાઈબર ફ્રોડ આધારનો દુરઉપયોગ કરી નાણાકીય છેતરપિંડી કરી રહ્યા છે. છેતરપિંડી માટે પણ આધારનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે તમારે તમારા આધારનો ક્યાંય પણ ઉપયોગ થવા પર તે સમયે જાણકારી મળી શકે છે. આ માટે તમારે આ કામ કરવું પડશે.
ADVERTISEMENT
UIDAIએ શું કહ્યું?
UIDAIનું કહેવું છે કે જો આધાર ધારક પોતાના ઈ-મેલ આઈડીને આધાર સાથે લિંક કરે છે તો તેમને ઘણો ફાયદો થશે. ક્યાંય પણ ઉપયોગ કરવા પર આધાર નંબર જ્યારે પણ પ્રમાણિત થશે તો તે સમયે યુધરને તેની જાણકારી મળી જશે. ક્યાંય પણ આધારનો ઉપયોગ કરવા પર તેને ઓર્થેંટિકેટ કરવામાં આવે છે. ઈ-મેલ આઈડીના આધારથી લિંક થવા પર તે સમયે ઈ-મેલ પર મેસેજ આવશે.
આ રીતે કરો લિંક
UIDAI એ ટ્વીટ કર્યું છે કે તમારે તમારા ઈ-મેલ આઈડીને આધાર કાર્ડમાં અપડેટ કરવા અને લિંક કરવા માટે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. આજકાલ લગભગ દરેક શહેરમાં આધાર કેન્દ્રો છે. ત્યાં નવા આધાર બનાવવા અને અપડેટ કરવા સહિતની તમામ કામગીરી કરવામાં આવે છે. તમને તમારા નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી https://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર મળશે.
Linking your updated email Id with your #Aadhaar number will ensure that you get intimation every time your Aadhaar number is authenticated.
— Aadhaar (@UIDAI) October 17, 2022
To Add/ Update your Email ID please visit your nearest Aadhaar Kendra. To locate one near you visit https://t.co/TM0HQAFteK pic.twitter.com/5QAJOHUtC0
આધારને કરો અપડેટ
UIDAIએ હવે આવા લોકોને તેમના આધાર કાર્ડની તમામ વિગતો અપડેટ કરવાની સલાહ આપી છે. જેમનું યુનિક આઈડી 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને તેઓએ આ સમયગાળા દરમિયાન તેને ક્યારેય અપડેટ કર્યું નથી. UIDAIએ આધાર કાર્ડ ધારકોને ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સાથે સંબંધિત દસ્તાવેજો અપડેટ કરવાની પણ સલાહ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.