બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / એલોન મસ્કના Xને પછડાટ, US ચૂંટણી બાદ બ્લુ સ્કાય એપની બોલબાલા, લોકોને પ્લેટફોર્મ ખૂબ પસંદ પડ્યું,શું છે બ્લુ સ્કાય?
Last Updated: 08:32 PM, 14 November 2024
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચુંટણી બાદ એલોન મસ્કની માલિકીવાળી સોશિયલ મીડીયા કંપની Xને ઝટકો લાગ્યો છે. યુએસ ચૂંટણીમાં એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. આથી અમેરિકામાં લગભગ 1.5 લાખ લોકોએ Xનો ઉપયોગ બંધ કરી દીધો છે. તેઓ બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ રહ્યા છે. ટ્વિટરના સ્થાપક જેક ડોર્સી દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બ્લુસ્કાયની લોકપ્રિયતા વધવા લાગી છે. એક અહેવાલથી જાણવા મળ્યું છે કે યુએસ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ લગભગ 1 મિલિયન નવા યુઝર્સે સોશિયલ મીડિયા બ્લુસ્કાય પર એકાઉન્ટ ખોલ્યા છે.
ADVERTISEMENT
CNNના એક અહેવાલ અનુસાર, એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને છોડીને લોકો હવે બ્લુસ્કાય તરફ વળી રહ્યા છે. યુએસ ઇલેક્શનના બીજા જ દિવસે 1,15,000થી વધુ અમેરિકન યુઝર્સે તેમના X એકાઉન્ટને બંધ કરી દીધા હતા. આ આંકડો ફક્ત વેબસાઈટ દ્વારા જાણવા મળ્યો છે. તેમાં એપ્લિકેશનના આંકડા શામેલ નથી. એલોન મસ્કે 2022માં ટ્વિટર ખરીદ્યું હતું અને તેનું નામ બદલીને X કર્યું હતું.
ADVERTISEMENT
અમેરિકાની ચૂંટણીમાં એલોન મસ્કે ટ્રમ્પને સમર્થન આપ્યુ હોવાથી નારાજ લોકોએ આ પગલું ભર્યું છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ બ્લુસ્કાયએ બુધવારે જણાવ્યું કે તેના યુઝર્સની સંખ્યા 1.5 કરોડને પાર થઈ ગઈ છે, જે સપ્ટેમ્બરમાં માત્ર 90 લાખ જ હતી. માત્ર એક સપ્તાહમાં જ બ્લુ સ્કાયના યુઝર્સની સંખ્યામાં 10 લાખનો વધારો થયો છે. તેમનું બ્લુસ્કાયમાં આવવાનું કારણ એલોન મસ્ક છે.
બ્લુસ્કાયના કેટલાક યુઝર્સે અહીંયા આવવાનું કારણ એલોન મસ્કના યુએસ પ્રેસિડેન્ટ તરીકે ચુંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના જોડાણ અને X પર નફરતની સામગ્રી હોવાનું જણાવ્યું છે. અમેરિકન અરબપતિ માર્ક ક્યુબાએ મંગળવારે બ્લુ સ્કાય પર પોસ્ટ કર્યું હતું કે "હેલો, ઓછી નફરતી દુનિયા."
આ સિવાય બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનએ એક જોરદાર નિર્ણય કર્યો છે. તેને બુધવારે જાહેરાત કરી છે કે તે X પર કોઈ સામગ્રી પોસ્ટ નહીં કરે. કેમ કે આ "વિષાક્ત મીડિયા પ્લેટફોર્મ" પર જાતિવાદ અને ષડયંત્રના સિદ્ધાંતો સહિત "પરેશાન કરતી સામગ્રી છે". તેને X વિરુદ્ધ સ્ટેન્ડ લેતા કહ્યું કે "યુએસ પ્રમુખપદની ચૂંટણી વખતે ફક્ત તે જ રેખાંકિત કરવામાં આવ્યું જેના વિશે આપણે લાંબા સમયથી વિચાર કરી રહ્યા હતા, કે X એક ટોક્સિક પ્લેટફોર્મ છે અને તેના માલિક એલોન મસ્ક રાજનીતિક વિમર્શને આકાર આપવા તેના પ્રભાવનો ઉપયોગ કરવા સક્ષમ છે."
ધ ગાર્ડિયનએ આગળ કહ્યું કે, "અમને લાગે છે કે X પર હોવાના ફાયદા હવે નકારાત્મકથી વધી ગયા છે અને તે સંસાધનોનો સારો ઉપયોગ અમારા પત્રકારત્વને પ્રોત્સાહન બીજી જગ્યાએ કરી શકાય છે." તો લિબરલ્સ લોકો દ્વારા બ્લુસ્કાયને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.