બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કલાકના મળશે રૂપિયા 5500! બસ જોઇશે આ સ્કીલ્સ, એલન મસ્કે આપી જોબની જોરદાર ઓફર
Last Updated: 03:38 PM, 12 November 2024
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ એક્સના માલિક એલોન મસ્કની સંપત્તિમાં ખૂબ વધારો થયો છે. હાલના દિવસોમાં મસ્ક ચર્ચામાં છે અને આ વખતે તેની જોબ ઓફર ચર્ચામાં છે.
ADVERTISEMENT
હકીકતમાં, એલોન મસ્કની AI કંપની xAI ભારતમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં સ્કિલ્ડ દ્વિભાષી ટ્યુટર્સની ભરતી કરી રહી છે. આ નોકરીમાં ટ્યુટર્સને દર કલાકના 35 થી 65 ડોલર એટલે લગભગ 5500 રૂપિયા સુધી કમાવાનો મોકો મળશે.
ADVERTISEMENT
કઈ-કઈ સ્કિલ જરૂરી છે.
xAIમાં આ ટ્યુટર્સનું કામ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ, લેબલિંગ ડેટા અને લેંગ્વેજ મોડલને સારું બનાવવાનું હશે. આ પોસ્ટ માટે કેન્ડઈડેટટ્સને ટેકનિકલ રાઇટિંગ, જર્નાલિઝમ કે બિઝનેસ રાઇટિંગનો અનુભવ હોવો જોઈએ, જેથી તે AI મોડલ માટે જરૂરી ડેટાને ચોકસાઈથી તૈયાર કરી શકે.
રિસર્ચ સ્કિલ્સ પણ છે જરૂરી
ઉમેદવારોમાં રિસર્ચ સ્કિલ્સ પણ મજબૂત હોવું જોઈએ, xAIનું માનવું છે કે આ ટ્યુટર ટીમ હિન્દી અને અંગ્રેજી સિવાય કોરિયન, ચીની, જર્મન, ફ્રેંચ, અરબી અને સ્પેનિશ જેવી ભાષા અને કામ કરી શકશે. આ નોકરી વિશે વધુ માહિતી માટે xAIની ઓફિશિયલ વેબસાઇટના કરિયર સેક્શન પર વિઝિટ કરી શકો છો. રાઇટિંગ રિસર્ચ અને દ્વિભાષી કોમ્યુનિકેશનમાં નિષ્ણાત પ્રોફેશનલ્સ માટે શાનદાર તક છે.
આ પણ વાંચો: હવેથી પોસ્ટ ઓફિસની આ યોજનામાં નહીં મળે વ્યાજ, સરકારે આ નિયમમાં કર્યો ફેરફાર, જાણી લેજો
પહેલા પણ આપી હતી આવી જોબ ઓફર
નોંધનીય છે કે આની પહેલા પણ xAIએ પોતાના હ્યુમનોઈડ રોબોટ, ઓપ્ટીમસને ટ્રેન કરવા માટે લોકોની ભરતી કરી હતી, જેમાં 48 ડોલર દર કલાક એટલે લગભગ 4,000 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. આ નોકરીમાં લોકો દરરોજ લગભગ 28000 રૂપિયા સુધી કમાવી શકતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.