એલન મસ્કે ટ્વિટમાં કહ્યું કે કંપની ટૂંક સમયમાં 1.5 બિલિયન (150 કરોડ) ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરશે. કંપનીના આ પગલાથી 150 કરોડ એકાઉન્ટ ડિલીટ થઈ જશે.
ટ્વિટરમાંથી 150 કરોડ યુઝર્સને હટાવશે
મસ્કે ટ્વિટ કરીને લોકોને આપી જાણકારી
ઇનએક્ટીવ એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે
એલન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન હાથમાં લીધી છે ત્યારથી ઘણા બદલાવો સામે આવ્યા છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કે $44 બિલિયનમાં ટ્વિટર હસ્તગત કર્યું હતું. ત્યારબાદ પહેલા તેણે હજારો કર્મચારીઓને એક જ ઝાટકે કાઢી મૂક્યા. આ પછી તેમણે ઈ-મેઈલ મેસેજ જારી કર્યો કે ઓફિસમાં આવતા કે ઓફિસ પહોંચતા તમામ કર્મચારીઓએ પરત ફરવું જોઈએ. કર્મચારીઓને આ રીતે નોકરીમાંથી કાઢી મુકવા બદલ દુનિયાભરમાં તેની ટીકા થઈ હતી. તેણે પોતાના કર્મચારીઓને મોકલેલા ઈ-મેલમાં કહ્યું હતું કે આવનારા સમયમાં આપણે ટ્વિટર 2.0 બનાવવના છે.
એલન મસ્કનું ચોંકાવનારું ટ્વિટ
હવે એલન મસ્કે વધુ એક ચોંકાવનારું ટ્વિટ કર્યું છે. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે કંપની ટૂંક સમયમાં 1.5 બિલિયન (150 કરોડ) ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરશે. કંપનીના આ પગલાથી 150 કરોડ એકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેણે પોતાના ટ્વીટમાં સ્પષ્ટ કર્યું છે કે કંપનીની આ પ્રક્રિયા હેઠળ એવા એકાઉન્ટ્સ ડિલીટ કરવામાં આવશે, જેમાંથી કોઈ ટ્વીટ કરવામાં આવી ન હોય અથવા તે વર્ષોથી લોગ ઈન ન હોય.
These are obvious account deletions with no tweets & no log in for years
વિશ્વના સૌથી અમીર વ્યક્તિનો તાજ છીનવાઈ ગયો
તમને જણાવી દઈએ કે ટ્વિટર સ્પેસમાં આવા ઘણા એકાઉન્ટ્સ છે, જેને યુઝરે બનાવ્યા પછી માત્ર એક જ વાર લોગઈન કર્યું છે. એવા ઘણા એકાઉન્ટ્સ પણ છે જેમાંથી એક પણ ટ્વીટ પોસ્ટ કરવામાં આવી નથી અને તે વર્ષોથી લોગ ઈન નથી. આવા કિસ્સાઓ પણ સામે આવે છે કે યુઝર પાસવર્ડ ભૂલી ગયો હોય અને બીજું એકાઉન્ટ બનાવ્યું હોય. બીજી તરફ વિશ્વના સૌથી અમીર વ્યક્તિનો તાજ પણ એલન મસ્ક પાસેથી છીનવાઈ ગયો છે.
મસ્કની પ્રોપર્ટી ઘટીને $185 બિલિયન થઈ
બર્નાર્ડ આર્નોલ્ટની પ્રોપર્ટી ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં વધીને $186.2 બિલિયન થઈ ગઈ છે. તે જ સમયે, એલન મસ્કની સંપત્તિ 185 અબજ ડોલર છે. બીજી તરફ, આ નિયમ ટ્વિટર યુઝર્સ માટે લાગૂ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત ટ્વિટર યુઝર્સને પૈસા લઈને બ્લુ ટિક આપવામાં આવશે. કંપની ટ્વિટરના બ્લુ ટિક માટે યુઝર પાસેથી દર મહિને $7 (ભારતમાં રૂ. 570) ચાર્જ કરશે.