બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Video: ખભે બાળક, કાન પકડેલા, અને એલન મસ્ક પહોંચ્યા મીટિંગમાં, ડોનાલ્ડ ટ્રમ્પ પણ આશ્ચર્યમાં
Last Updated: 02:03 PM, 13 February 2025
અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ પહોંચ્યા હતા. તેમનો નાનો દીકરો X Æ A-Xii પણ તેમની સાથે હતો અને તે તેના પિતાના ખભા પર સવાર હતો. એક મહત્ત્વપૂર્ણ મીટિંગ દરમિયાન પિતાના ખભા પર બેસીને મજા કરતો જુનિયર મસ્કનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
In the Oval Office with President Trump: Elon Musk and Elon Musk son on his father's shoulders ... pic.twitter.com/JujFwMG3mz
— Howard Mortman (@HowardMortman) February 11, 2025
ચાર વર્ષનો માસૂમ તેના પિતાના ખભા પર ચઢીને તેમની નકલ કરતો જોવા મળ્યો. આ વીડિયો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. દરમિયાન બાળક પત્રકારોને હસાવતો અને રાષ્ટ્રપતિ અને મસ્કના સંબોધન ત્યાં ફરતો જોવા મળ્યો.
ADVERTISEMENT
ઓવલ ઓફિસમાં મસ્તી કરતો જોવા મળ્યો જુનિયર મસ્ક
મસ્કનો નાનો દીકરો ઓવલ ઓફિસમાં ખૂબ મસ્તી કરતો જોવા મળ્યો. તે પણ એવા સમયે જ્યારે ટ્રમ્પ ફેડરલ વર્કફોર્સને ફરીથી આકાર આપવાના આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે બાળકને 'એક મહાન વ્યક્તિ' અને 'અત્યંત બુદ્ધિશાળી' ગણાવ્યો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર 'લિટલ એક્સ' અને તેની મસ્તીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ત્યાં હાજર પત્રકારો સામે હસતા અને મસ્કના ખભા પર બેઠેલા બાળકના ફોટો ઓનલાઈન વાયરલ થયા. મોટી ઘણા લોકોએ એક નીતિ જાહેરાત દરમિયાન નાના બાળકની આ મસ્તીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ટ્રમ્પ સાથે મુલાકાત, પ્રાઇવેટ ડિનર, કંઇક આવું છે PM મોદીનું US શેડ્યૂલ
— Elon Musk (@elonmusk) February 11, 2025
એલન મસ્કે પણ એક પોસ્ટ શેર કરી છે. આમાં, તેમનો દીકરો તેમના ખભા પર બેઠેલો જોવા મળે છે. યુઝર્સે ટ્રમ્પ સાથેના લિટલ એક્સના ફોટોની સરખામણી જેએફકે અને તેમના દીકરાના જૂના ફોટા સાથે કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.