બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / વિશ્વ / elon musk says neuralink could start implanting chips in humans in 2022 know more

અદભુત / બસ વિચારવાથી ચાલશે મોબાઈલ-કોમ્પ્યુટર, એલન મસ્કે અવિશ્વનિય કામ કરી બતાવવા ડેડલાઇન નક્કી કરી

Arohi

Last Updated: 12:05 PM, 8 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલન મસ્કે (Elon Musk) દાવો કર્યો છે કે તેમની કંપની ન્યૂરાલિંક  (Neuralink) એક વર્ષથી ઓછા સમયમાં એવી ચીપ બનાવશે જે મનુષ્યોના મગજમાં ફિટ કરવામાં આવશે.

  • એલન મસ્કનો દાવો 
  • એક વર્ષમાં કરી બતાવશે આ કામ 
  • મનુષ્યના મગજમાં ફિટ થશે ચીપ 

એલન મસ્કે (Elon Musk) દાવો કર્યો છે કે તેમની કંપની ન્યૂરાલિંક  (Neuralink) એક વર્ષથી ઓછા સમયમાં એવી ચીપ બનાવશે જે મનુષ્યોના મગજમાં ફિટ કરવામાં આવશે. જણાવી દઈએ કે ન્યૂરાલિંકે એક એવુ ન્યૂરલ ઈન્પ્લાટ વિકસિત કર્યું છે. જે વગર કોઈ આઉટ સાઈડ હાર્ડવેરના મગજની અંદર ચાલી રહેલી ગતિવિધિઓ વાયરલેસથી પ્રસારિત કરી શકે છે. 

સોમવારે વોલ સ્ટ્રીટ જર્નલના સીઈઓ કાઉન્સિલ સમિટની સાથે એક લાઈવ-સ્ટ્રીમ સાક્ષાત્કાર વખતે એલન મસ્કને (Elon Musk) વર્ષ 2022માં કંપનીની યોજનાઓ વિશે વાત કરવામાં આવી. આ સમયે એલન મસ્કે જણાવ્યું કે તેમની કંપની એક વર્ષથી પણ ઓછા સમયમાં માનવ મસ્તિષ્કમાં ચિપ લગાવવા માટે તૈયાર હશે. મસ્કનું કહેવું છે કે ન્યૂરાલિંક વાંદરાઓમાં સારી રીતે કામ કરી રહ્યું છે અને અમે તેના સાથે જોડાયેલા ઘણા બધા પરીક્ષણ કરી રહ્યા છીએ. વાંદરાઓ પર થઈ રહેલા પરીક્ષણને જોયા બાદ અમે આ વાત પર જોર આપી રહ્યા છીએ કે આ ખૂબ જ સુરક્ષિત અને ભરોશાપાત્ર છે. 

આવા લોકો માટે વરદાન બની રહેશે આ ટેકનોલોજી
તેમણે જણાવ્યું કે ન્યૂરાલિંક ડિવાઈસને સુરક્ષિત રૂપથી હટાવવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે અમારી ટેકનિકનો ઉપયોગ લોકો માટે વરદાન સાબિત થશે. જે ટેટ્રાપ્લાઝિક, ક્વાડ્રીપ્લેઝીક જેવા કરોડરજ્જૂના હાડકાઓ જેવી મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા છે અને લાંબા સમયથી ખાટલામાં છે. 

મસ્કે જણાવ્યું કે અમને આશા છે કે અમે આવતા વર્ષ સુધીમાં એફડીએથી તેના માટે મજૂરી પણ મળી જશે. મને લાગે છે કે અમારી પાસે કોઈ એવી વ્યક્તિને તાકાત આપવાની તક છે જે ચાલી નથી શકતી અથવા પોતાના હાથોથી કામ નથી કરી શકતી. 

વાંદરા પર સફળ રહ્યો એક્સપેરિમેન્ટ
એલન મસ્કે જણાવ્યું કે 9 એપ્રિલ, 2021એ ન્યૂરાલિંકે એક વાંદરામાં પોતાની બ્રેન ચિપ લગાવી હતી. જેના કારણે વાંદરો પોતાના મજનો ઉપયોગ કરી પોંગ રમત આરામથી રમી શક્યો. વાંદરાના દિમાગમાં ડિવાઈઝે રમત વખતે ન્યૂરોન્સ ફાયરિંગ વિશે જાણકારી આપી. જેના કારણે તે જાણી શક્યો કે રમત વખતે કઈ રીતે ચાલ રમવી છે.  

કઈ રીતે કામ કરે છે આ ચીપ? 
મસ્કે સોમવારે લાઈવસ્ટ્રીમ વખતે જણાવ્યું કે ચિપ લગાવવા છતાં વાંદરો સામાન્ય લાગી રહ્યો હતો અને ટેલીપેથિક રૂપથી એક વીડિયો ગેમ રમી રહ્યો હતો. જે મને લાગે છે કે ખૂબ જ સારૂ છે. ન્યૂરાલિંક નાના લચીલા દોરાથી જોડાયેલી એક કોમ્પ્યુટર ચીપ હશે. જેને સિલાઈ-મશીન જેવા રોબોટથી મસ્તિષ્કમાં સિવવામાં આવે છે. આ ડિવાઈઝ મસ્તિષ્કમાં સંકેતોને ઉઠાવે છે જે બાદ દિમાગ તેજ રીતે કામ કરવા લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ