બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Elon Musk Makes Big Announcement Know Whats Update in twitter

અપડેટ / ટૂંક સમયમાં જ કરી શકાશે લાંબા Tweet! એલન મસ્કે કરી મોટી જાહેરાત, જાણો શું છે અપડેટ

Arohi

Last Updated: 03:06 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વીટરના CEO એલન મસ્કે આજે એક મોટુ નિવેદન આપતા કહ્યું છે કે માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ જલ્દી જ 'લોન્ગફોર્મ ટ્વીટ્સ' હેઠળ ખૂબ જ લાંબા ટ્વીટ કરી શકાશે.

  • ટ્વીટરના CEOએ કરી મોટી જાહેરાત 
  • જલ્દી જ કરી શકાશે લાંબા ટ્વીટ 
  • જાણો ટ્વીટને લઈને શું છે અપડેટ 

ટ્વીટરના સીઈઓ એલન મસ્ક સતત નવા-નવા એલાન કરતા રહે છે અને પોતાના યુઝર્સને ચોંકાવતા રહે છે. હવે એક એવી જ જાહેરાત તેમણે પોતાના ટ્વીટ દ્વારા કરી છે જે ટ્વીટરક યુઝર્સને ખૂબ જ ખુશ કરી શકે છે. 

કેટલા અક્ષરોની કરી શકાશે ટ્વીટ? 
ટ્વીટરના સીઈઓ એલન મસ્કે સોમવારે કહ્યું કે માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ જલ્દી જ 'લોન્ગફોર્મ ટ્વીટ્સ'ને 10,000 અક્ષરો સુધી વધારી દેશે. જ્યારે કોડિંગથી સંબંધિત વીડિયો પોસ્ટ કરનાર યુટ્યુબર એટદરેટ ધ પ્રાઈમ અગેને મસ્કને પુછ્યું, "ડેવ સમુદાય અને હું વિચારી રહ્યા હતા કે તમે ટ્વીટ્સમાં કોડ બ્લોક જોડી શકો છો?" 

એલન મસ્કે આપ્યો આ જવાબ 


મસ્કે જવાબ આપ્યો "અટેચમેન્ટના રૂપમાં? રેટલા કેરેક્ટર? અમે જલ્દી જ લોન્ગફોર્મ ટ્વીટ્સને 10 હજાર સુધી વધારી રહ્યા છીએ."

ટ્વીટર યુઝર્સે આપ્યા આવા રિએક્શન 
ટ્વીટર સીઈઓના પોસ્ટ પર ઘણા યુઝર્સે પોતાના વિચાર જણાવ્યા અને કોઈએ તેના પર ખુશી વ્યક્ત કરી તો અમુક નારાજ જોવા મળ્યા. જ્યારે એક યુઝરે કહ્યું, "તમે એક ક્રેઝી વ્યક્તિ છો." અન્ય એક યુઝરે કહ્યું, "વાહ! આ હકીકતમાં સારી ખબર છે. વાસ્તવિક માઈક્રોબ્લોગિંગ!" 

કંપનીએ ગયા મહિને પણ કહી હતી આ મોટી જાહેરાત 
ગયા મહિને કંપનીએ જાબેરાત કરી હતી કે યુએસમાં બ્લૂ સબ્સક્રાઈબર પ્લેટફોર્મ પર 4,000 અક્ષરો સુધીના લાંબા ટ્વીટ પોસ્ટ કરી શકાય છે. ફક્ત બ્લૂ સબ્સક્રાઈબર જ લાંબા ટ્વીટ પોસ્ટ કરી શકે છે. પરંતુ નોન-સબ્સક્રાઈબર તેને વાંચી, રિપ્લાય, રીટ્વીટ અને કોટ કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk big announcement tweet twitter  એલન મસ્ક elon musk
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ