બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પ બાદ એલન મસ્કની રંગીનમિજાજી, બે છોકરીઓ સાથે સેક્સ, એકને બાળકો પેદા કરવાનું દબાણ

આરોપથી હડકંપ / ટ્રમ્પ બાદ એલન મસ્કની રંગીનમિજાજી, બે છોકરીઓ સાથે સેક્સ, એકને બાળકો પેદા કરવાનું દબાણ

Last Updated: 08:34 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના નંબર વન અમીર ટેસ્લાના CEO એલન મસ્ક સેક્સ વિવાદમાં ફસાયાં છે. તેમની પર લેડી કર્મચારીઓ સાથે સેક્સનો આરોપ મૂકાયો છે.

SpaceXના CEO અને અમેરિકન અબજોપતિ એલન મસ્ક ફરી એક વાર રંગીનમિજાજીને કારણે ચર્ચામાં આવ્યાં છે. અગાઉ મસ્ક પર ડ્રગ્સ લેવાના આરોપ લાગ્યાં છે જેના મહિના બાદ હવે તેઓ સેક્સ વિવાદમાં ફસાયાં છે. એક અખબારના રિપોર્ટમાં તેમની પર આવા આરોપ લગાડાયાં છે. મસ્ક પર સ્પેસએક્સના કર્મચારી અને ઇન્ટર્ન સાથે શારીરિક સંબંધો બાંધ્યાં હોવાનો આરોપ લગાડ્યો છે તેમજ કસ્તરી સાથે ત્રીજી એક મહિલાને તેના બાળકો પેદા કરવાનું દબાણ કર્યું હતું.

મહિલાઓ પર ખરાબ નજર રાખતાં, પીછો કરતાં

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલન મસ્ક મહિલાઓ પર ખરાબ નજર રાખતો હતો અને તેનો પીછો કરતો હતો. આ વાત ત્યારે સામે આવી જ્યારે સ્પેસએક્સની ફ્લાઈટ એટેન્ડન્ટે આરોપ લગાવ્યો કે 2016માં એલન મસ્કે તેને જાતીય સંબંધોના બદલામાં ઘોડો ખરીદી આપવાની ઓફર કરી હતી. 2013માં સ્પેસએક્સમાંથી રાજીનામું આપનાર અન્ય એક મહિલાએ આરોપ લગાવ્યો કે એલન મસ્કે તેને તેની સાથે બાળકો રાખવા કહ્યું હતું.

મહિલા કર્મચારીને રાતે ઘેર આવવા દબાણ કર્યું

2013માં સ્પેસએક્સ છોડનાર મહિલા કર્મચારીએ દાવો કર્યો હતો કે એલન મસ્કે તેને તેના બાળકની મા બનવાનું દબાણ કર્યું હતું. મહિલાએ એવું પણ કહ્યું કે એલન મસ્કે મને કહ્યું હતું કે વિશ્વની વસતી ઘટી રહી છે અને વધારે બુદ્ધિશાળી બાળકો પેદા કરવા જોઈએ. એલન મસ્કે સ્પેસએક્સમાં કામ કરતી મહિલાને રાત્રે તેમના ઘરે આવવા માટે દબાણ પણ કર્યું હતું. આ મહિલાએ મસ્કની સેક્સની ઓફર નકારી કાઢી હતી આ પછી મસ્કે તેનો પગાર વધારો અટકાવી દીધો હતો અને તેના કામ પર નાખુશી વ્યક્ત કરી હતી.

2014માં એક મહિના સુધી મહિલા સાથે શારીરિક સંબંધો

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કંપનીની એક મહિલાએ 2014માં એક મહિના સુધી મસ્ક સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ તે મહિલા હતી જેણે સીધી મસ્કને જાણ કરી હતી. બાદમાં મહિલાને કંપની છોડવાની ફરજ પડી હતી.

વધુ વાંચો : 300 કરોડની સંપત્તિ માટે ઓફિસર વહુએ 82 વર્ષના સસરા પર કાર ફેરવી દીધી, રચ્યું ખૌફનાક કાવતરું

કોલેજની છોકરી સાથે સેક્સ માણ્યું

કોલેજમાં ઈન્ટર્નશીપ દરમિયાન છોકરીએ નોકરી માટે મસ્કનો સંપર્ક સાધ્યો હતો ત્યાર બાદ તેમની વચ્ચે ડેટ શરુ થયું હતું, પછી કિસ થઈ અને છેલ્લે બન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયાં હતા. ઈન્ટર્નશીપ બાદ મસ્ક આ છોકરીને સિસિલીના રિસોર્ટમાં લઈ આવ્યાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk SpaceX Intern Elon Musk SpaceX Intern news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ