બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:24 AM, 20 July 2024
એલન મસ્કે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક્સ પર સૌથી વધુ ફોલોઅર્સની સંખ્યા થતાં શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીના માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર 100 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. એલન મસ્કે પોસ્ટ કરી, નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા વિશ્વ નેતા બનવા બદલ અભિનંદન.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્સ પર 100 મિલિયન ફોલોઅર્સની સાથે સૌથી વધુ ફોલો કરવામાં આવતા વિશ્વ નેતા છે. તેના પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન છે, જેમના 37 મિલિયન ફોલોઅર્સ છે. પોપ ફ્રાન્સિસ ત્રીજા સ્થાન પર છે જેમના 18 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆનના 17 મિલિયન ફોલોઅર્સ છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના 15 મિલિયન ફોલોઅર્સ છે.
ADVERTISEMENT
યુનાઈટેડ કિંગ્ડમના પૂર્વ પ્રધાનમત્રી ઋષિ સુનકના 10 મિલિયન ફોલોઅર્સ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોના 8 મિલિયન ફોલોઅર્સ છે અને યુએઈના પ્રધાનમંત્રી અને દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના 6 મિલિયન ફોલોઅર્સ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મેનુઅલ લોપેજ ઓબ્રાડોરના 5 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેસ્કીના 4 મિલિયન ફોલોઅર્સ છે. આ આંકડા સોશિયલ મીડિયા પર આ નેતાઓના મહત્વપૂર્ણ પ્રભાવને દર્શાવે છે.
વધુ વાંચોઃ- એલર્ટ રહેજો, આવી રહ્યું છે લોપાર તોફાન, ગુજરાતમાં અહીં થશે અસર
ભારતના આ નેતાઓના કેટલા ફોલોઅર્સ
છેલ્લા ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી મોદીના એક્સ પર લગભગ 30 મિલિયન યુઝર્સ વધ્યા છે. દેશના બીજા નેતાઓના સોશિયલ મીડિયા ફોલોઈંગની વાત કરીએ તો આ મામલમાં પ્રધાનમંત્રી મોદી આગળ છે. જ્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીના એક્સ પર 26.4 મિલિયન ફોલોઅર્સ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એક્સ પર 27.5 ફોલોઅર્સ છે, તેમજ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના એક્સ પર 19.9 મિલિયન અને પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીના એક્સ પર 7.4 મિલિયન ફોલોઅર્સ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.