બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:06 PM, 11 June 2024
X (ટ્વિટર)અને ટેસ્લાના માલિક એલન મસ્કે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે, જેના કારણે તેઓ લોકો વચ્ચે ચર્ચનો વિષય બન્યા છે. એલોન મસ્કે ટ્વિટ કરીને ધમકી આપતા કહ્યું કે, 'તે એમની તમામ કંપનીઓમાં એપલ ડિવાઈસના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેશે.'
ADVERTISEMENT
If Apple integrates OpenAI at the OS level, then Apple devices will be banned at my companies. That is an unacceptable security violation.
— Elon Musk (@elonmusk) June 10, 2024
મસ્કનું કહેવું છે કે, 'જો આઇફોન ડિવાઇસ તેના સોફ્ટવેરમાં OpenAIનો સમાવેશ કરે છે, તો તે તેની કંપનીઓમાં Apple ઉપકરણો અને iPhones પર પ્રતિબંધ મૂકશે. મસ્કનું આ નિવેદન WWDCને લઈને આવ્યું છે, જેમાં Apple OpenAI સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
એપલે 10 જૂને WWDC ખાતે તેનું નવું OS iOS 18 લોન્ચ કર્યું હતું. કંપનીએ નવા iOS માં ChatGPT ઓફર કરવા OpenAI સાથે ભાગીદારી કરી છે. આ વર્ષના અંતમાં, iPhone, iPad અને Mac યુજર્સ iOS 18, iPadOS18 અને macOS Sequoia પર મફતમાં ChatGPIT ઍક્સેસ કરી શકશે. આ માટે યુઝર્સને અલગ એકાઉન્ટની પણ જરૂર નહીં પડે.
એપલ તેની નવી ઓએસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ એલન મસ્ક તેને સુરક્ષા માટે ખતરો ગણાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.