હાર્દિક પંડ્યાની સાથે લગ્નને લઇને HOT એક્ટ્રેસે કર્યો ખુલાસો, કહી દીધી સંબંધની સત્યતા

By : juhiparikh 03:01 PM, 15 February 2019 | Updated : 03:01 PM, 15 February 2019
ગત થોડા સમયથી ટીમ ઇન્ડિયાનો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ચર્ચામાં છે. પહેલા જ 'કૉફી વિથ કરણ'માં મહિલાઓ પર વિવાદિત નિવેદન આપ્યા પછી આ ખિલાડી ફરી એક વખત ચર્ચામાં આવી ગયો છે. 

વાસ્તવમાં બોલિવુડ એક્ટ્રેસ એલી અવરામ વારંવાર હાર્દિકની સાથે નામ જોડાવવા પર નારાજ થઇ ગઇ છે. ઘણા સયમ સુધી પોતાની હૉટનેસ અને અફેરની લઇને ચર્ચમાં રહેનારી એક્ટ્રેસ એલીએ હાર્દિકને લઇને ચુપ્પી તોડી છે. 

એલીએ જણાવ્યુ કે, છેવટે આ સંબંધોમાં સત્ય શું હતુ?  જી હા, તાજેતરમાં જ એલીએ કહ્યુ કે, ''મને આ સમાચારથી ખૂબ જ દુખ થયુ છે. અમારી વચ્ચે જ કંઇ પણ હતુ તે લાંબા સમય પહેલા જ ખત્મ થઇ ગયુ છે. આ વાતને લગભગ 1 વર્ષ જેટલો સમય થઇ ગયો છે.''
 
આ સાથે જ એલીને જ્યારે પૂછવામાં આવ્યુ કે , ''શું તે હાર્દિકની સાથે લગ્ન કરવાની નથી?'' તો તેના જવાબમાં એલીએ કહ્યુ કે, હાં, ''હુ હાર્દિક પંડ્યા સાથે નથી લગ્ન કરવાની.'' જ્યારે એલીને પૂછવામાં આવ્યુ કે ''શું હાર્દિકે તેની સાથે ફોન પર આ અફવાહ પર વાત કરી?'' એલીએ કહ્યુ કે, ''ના હાર્દિકે કોઇ વાત નથી કરી. અમે બંને એકબીજાના કોન્ટેક્ટમાં નથી. આશા કરું છુ કે મને આગળ જઇને હાર્દિકથી જોડાયેલો કોઇ સવાલ ના કરવામાં આવે. હું નથી ઇચ્છતી કે લોકો આ વિષય પર સવાલ ના કરે.''Recent Story

Popular Story