બ્રેકિંગ ન્યુઝ
VTV / Electronic interlocking responsible for triple train accident
Mahadev Dave
Last Updated: 06:29 PM, 4 June 2023
ADVERTISEMENT
ઓડીસાના બાલાસોરમાં સર્જાયેલ ટ્રેન દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. આ સ્થિતિ વચ્ચે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ દુર્ઘટના સર્જાય છે. જેમાં 288 લોકોના મોત નિપજયા છે. તથા 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે. એક ન્યુઝ ચેનલના ઇન્ટરવ્યૂમાં રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે રેલવે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ હાથ ધરી છે. જેમાં ઘટનાના કારણો અને જવાબદારની ઓળખ કરી લેવામાં આવી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ બાલાસોર પહોંચ્યા જ્યાં તેઓએ નજીકમાં ઉભેલા રેલવે મંત્રીને આ રૂટ પર કવચ સિસ્ટમ ન હોવાનું કારણ પૂછ્યું હતું. આ મુદ્દાને પણ ટાંકીને અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ ગંભીર ઘટના સર્જાવા પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફાર જવાબદાર છે. તેઓના કહેવા પ્રમાણે અકસ્માતને એન્ટિ-કોલિઝન સિસ્ટમ સાથે કોઈ લેવાદેવા નથી. માત્ર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ વેળાએ થયેલ ફેરફારને કારણે આ ઘટના થઇ છે. જોકે કોણે કર્યું અને કેવી રીતે થયું તે ઊંળી તપાસ બાદ જ બહાર આવશે.
ADVERTISEMENT
શુ છે આ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફાર?
એક આખબારના અહેવાલ મુજબ ઈન્ટરલોકીંગ સિસ્ટમ સલામતી પદ્ધતિ દર્શાવે છે. જે રેલ્વે જંકશન, સ્ટેશનો અને સિગ્નલિંગ પોઈન્ટ પર ટ્રેનની કામગીરી અને સલામતી દર્શાવે છે. જેમાં સિગ્નલ, પોઈન્ટ અને ટ્રેક સર્કિટ સામેલ હોય છે. ઇન્ટરલોકિંગ સિસ્ટમએ ટ્રેનને એક ટ્રેકથી બીજા ટ્રેક તરફ દિશા બદલવાની મંજૂરી આપે છે.એટલું જ નહીં ટ્રેન તેના પરથી પસાર થાય તે પહેલાં યોગ્ય સ્થિતિમાં લૉક કરવામાં આવે છે.
ટ્રેક સર્કિટ એ ટ્રેક પર લગાવાયેલ ઇલેક્ટ્રિકલ સર્કિટને પગલે ટ્રેનની હાજરીની જાણ થાય છે. વધુમાં ટ્રેકનો કયો ભાગ ખાલી છે અને કયો ભાગ ભરેલ છે. તે જાણવામાં પણ આ સિસ્ટમ મદદરૂપ થાય છે. બાદમાં આ ઇન્ટરલોકિંગ સિસ્ટમથી સિગ્નલ પોઇન્ટ અને ટ્રેક સર્કિટની સ્થિતિનું નિરીક્ષણ કરે છે. આ અસુરક્ષિત પરિસ્થિતિને રોકવા જવાબદાર છે. જેમ કે બે ટ્રેન એક ટ્રેક તથા જંકશન પર પરસ્પર અસંગત મૂવમેન્ટ ઉપયોગ જાણવા પ્રયાસ કરે છે.
જે ટ્રેનની હાજરીને શોધી કાઢે છે. તેઓ તે નક્કી કરવામાં મદદ કરે છે કે ટ્રેકનો કોઈ ભાગ કબજે છે કે ખાલી છે, તે મુજબ ટ્રેનની હિલચાલને નિયંત્રિત કરવા ઇન્ટરલોકિંગ સિસ્ટમને સક્ષમ કરે છે. ઇન્ટરલોકિંગ સિસ્ટમ સિગ્નલ પોઈન્ટ અને ટ્રેક સર્કિટની સ્થિતિનું નિરીક્ષણ કરે છે અને અસુરક્ષિત પરિસ્થિતિઓને રોકવા માટે આ ઘટકોને એકીકૃત કરે છે, જેમ કે બે ટ્રેનો સમાન ટ્રેક અથવા જંકશનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે જે પરસ્પર અસંગત હિલચાલ કરે છે. બીજી તરફ ઇલેક્ટ્રિનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ એ આધુનિક રુપ છે. જેના થકી સોફ્ટવેર અને ઇલેક્ટ્રિનિક માધ્યમથી ટ્રેનના આવાગમન અંગે નિયંત્રણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.