વીજ કંપનીઓની ઉઘાડી લૂંટ, 2 મહિનાનું બીલ કેમ અપાય છે સાથે?

By : vishal 08:18 PM, 04 December 2018 | Updated : 08:18 PM, 04 December 2018
વીજળી બીલને લઈને બજારમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, 2 મહિનાનું બીલ એક સાથે આપી વીજ કંપનીઓ ઉઘાડી લૂંટ કરી રહી છે. બે મહિનાનું બીલ એકસાથે આપવાથી યુનિટ વધારે થાય છે.

જેના કારણે લોકોએ વધુ પૈસા ભરવા પડી રહ્યા છે. મોટા પ્રમાણમાં આ પ્રકારની ફરિયાદો અમારા સુધી આવી રહી છે. કેટલાક તજજ્ઞોના મતે એક ગ્રાહક દર 2 મહિને 400 યુનિટ જેટલી વીજળી વાપરે છે.

તો તેનું વીજ બીલ 1660 રૂપિયા થાય અને મીટર ચાર્જ અલગ. જ્યારે એક મહિના પ્રમાણે, જોઈએ તો 200 યુનિટ વીજ વપરાશ થાય છે. એટલે કે, એક મહિનાના 700 રૂપિયા થાય.

આમ બે મહિનાના 1400 થાય છે. તે પ્રમાણે તફાવત જોવામાં આવે તો બે મહિને લોકો 260 રૂપિયા વધુ વીજ બીલના ચૂકવે છે અને મીટર ચાર્જ અલગથી ઉમેરવામાં આવે છે. એટલે કે બે મહિને બીલ આપી વીજ કંપનીઓ ઉઘાડી લૂંટ ચલાવી રહી છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story