વીજળી બિલ દઝાડશે: જાણો, યુનિટ દીઠ કેટલો કરાયો ભાવ વધારો

By : kavan 09:09 AM, 02 February 2019 | Updated : 09:10 AM, 02 February 2019
ગાંધીનગર: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની હેઠળ ચાલતી 4 વીજ કંપનીઓ દ્વારા વીજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2019ના ત્રિમાસિક ગાળાના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓ દ્વારા યુનિટ દીઠ 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

કંપનીઓએ યુનિટ દીઠ ચાર્જને 1 રૂપિયા 71 પૈસાથી વધારીને 1 રૂપિયા 99 પૈસા કર્યો છે. FPPA દ્વારા પરટેઝ એગ્રીમેન્ટ હેઠળ લેવાતા યુનિટના ચાર્જમાં 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. વીજ દરના ભાવમાં વધારો થતાં 1.40 કરોડ લોકોને દર મહિને 224 કરોડનો બોજ આવશે. 

આપને જણાવી દઇએ કે, વિદેશથી આયાત થતા કોલસાની કિંમતમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમતમાં ભારે ઘટાડો થતા ઈન્ડોનેશિયા સામે પણ આ મુશ્કેલી વધી. જેના પગલે ઈન્ડોનેશિયાએ નિકાસ થતા કોલસાની કિંમતમાં વધારો કર્યો છે.

આ સમસ્યા સામે લડવા માટે રાજ્ય સરકાર પણ સામાન્ય જનતા પર વીજદર મોંઘુ કરવાની તૈયારી કરી રહી છે. મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ વીજબીલમાં વધારો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.Recent Story

Popular Story