મોટાભાગે વીજળીનું બિલ વધારે આવવાથી લોકો પરેશાન રહે છે અને બિલ ઓછું આવે એના માટે આપણે બધા રૂમના પંખા લાઇટ અને એસી જેવા અપ્લાયન્સ બંધ કરવા લાગીએ છીએ. એવામાં આપણને એવું લાગે છે કે વીજળીનું બિલ ઓછું આવશે પરંતુ સત્ય તો એ છે કે આવું કરવાથી એમને જ સમસ્યાનો સામનો કરવો પડશે અને ગરમીમાં રહેવું પડશે. તો ચલો જાણીએ આજે એવી કેટલીક વાતો જણાવીએ છીએ જેને તમે ધ્યાનમાં રાખશો અને ફોલો કરશો તો તમારે વીજળી બીલ અડધું આવવા લાગશે.
LED બલ્બનો કરો ઉપયોગ
ઘરમાં LED બલ્બનો ઉપયોગ કરવો જોઇએ જેનાથી ઘરની વીજળીનું બિલ અડધું આવશે. મોટાભાગે જોવા મળે છે કે લોકો પોતાના ઘરમાં પીળા બલ્બ લગાવે છે જેના કારણે વીજળીનો ખર્ચ વધારે થાય છે અને ઘરનું બજેટ બગડી જાય છે.
ફાલતૂ પંખા-બલ્બ રાખો બંધ
મોટાભાગે એવું થાય છે કે જ્યારે આપણે આપણા રૂમમાં બેઠા હોઅએ છીએ તો અન્ય જગ્યાના ફાલતૂના પંખા અને બલ્બ ચાલુ રહે છે જેની સીધી અસર વીજળી બિલ પર પડે છે.
યોગ્ય સમયે ભરો વીજળી બિલ
ઘણી વખત એવું થાય છે કે આપણને વીજળીના બીલની મોડી ખબર પડે છે. એવામાં એવું થાય છે કે વધેલા મીટરની બિસાબથી તમારે બીલ ભરવું પડે છે. એટલા માટે જરૂરી છે કે યોગ્ય સમયે બિલ જમા કરો. જો તમને સમયસર બિલ મળતું નથી તો ફરિયાદ કરો. આવું કરવાથી એકસ્ટ્રા બિલ જમા કરવું પડશે નહીં.
ACનો આવી રીતે કરો ઉપયોગ
ગરમીના દિવસોમાં AC વગર રહી શકવું મુશ્કેલ છે. એવામાં દરેક લોકો પોતાના ઘરમાં જ એસી લગાવી લે છે. પરંતુ પછી વીજળીનું મીટર વધતું જ જાય છે. એવામાં જરૂરી છે કે એસી ખરીદતી વખતે સ્ટારનું ધ્યાન રાખો અને એમાં ઓટોમેટિકના ઓપ્શનને ઓન રાખો કારણ કે વધારે કુલિંગ થયા બાદ એની જાતે બંધ થઇ જાય.