2019 સામાન્ય ચૂંટણી પહેલાં અનેક રાજકીય હલચલો થવાંની છે અને થઇ પણ રહેલ છે. આવી જ એક હલચલ ચેન્નઇમાં બે દિવસ પહેલાં રવિવારનાં રોજ થઇ છે. ડીએમકેનાં કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખ એમ કે સ્ટાલિને રાહુલ ગાંધીને 2019માં PM પદનાં ઉમેદવાર ગણાવી દીધાં.
સ્ટાલિને કહ્યું કે જો વિપક્ષી પાર્ટીઓ સરકાર બનાવે છે તો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવામાં આવે. અહીંયાં એવું નિવેદન આવ્યું. બીજી બાજુ ભાજપ વિરૂદ્ધ એકજુટતાની કસમ ખાઇ રહેલ વિપક્ષી દળોમાં ખલબલી મચી ગઇ. નિવેદન પર નિવેદન આવવાનાં શરૂ થઇ ગયાં.
2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની વચ્ચે ધમાસાણ તો થશે જ ત્રીજા મોરચા અને મહાગઠબંધનની કવાયતે પણ જોર પકડ્યું છે. મહાગઠબંધનને લઇને રાજકીય હલચલ તો 6 મહીના પહેલા જ શરૂ થઇ ચૂકેલ છે. જો કે વચ્ચે-વચ્ચે એવાં નિવેદન અને વાક્યો સામે આવી જાય છે કે તે એટલું સરળ નથી. રાહુલને લઇને આપવામાં આવેલ નિવેદન આ જ પ્રયાસને આગળ વધતું દેખાડેલ છે.
સ્ટાલિનનાં નિવેદન પર જે તેજીથી રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી તેનાંથી સંકેત મળી ગયેલ છે કે 2019નાં રણમાં કેવું યુદ્ધ હશે. દોસ્તીની કસમ ખાનાર નેતા પરતમાં ઉલઝાશે અને અનેક દુશ્મન દોસ્ત બની જશે. જરા આ નિવેદનો પર ધ્યાન આપો અને એવો અંદાજો લગાવો કે સ્ટાલિનનાં નિવેદને કેવી ખળભળાટ મચાવ્યો.