Friday, August 23, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / મમતાનો PM મોદીને પડકાર- અમારા પરના આરોપ સાબિત કરો નહીં તો જેલમાં ધકેલીશું

મમતાનો PM મોદીને પડકાર- અમારા પરના આરોપ સાબિત કરો નહીં તો જેલમાં ધકેલીશું

પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શોમાં હિંસા ફેલાયા બાદ નરેન્દ્ર મોદી અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એકબીજા પર હુમલા કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં તૃણમૂલના ગુંડાઓએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી નાંખી હતી. જેણે આ કામ કર્યું છે તેમને કઠોર સજા કરવી જોઇએ. તેના પર પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક જનસભાને સંબોધિત કરતા પલટવાર કર્યો.

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક જનસભાને સંબોધિત કરતા કહ્યું, ' એમણે (PM મોદી) કહે છે કે વિદ્યાસાગરની મૂર્તિ બનાવીશું. બંગાળ પાસે મૂર્તિ બનાવવા પર્યાપ્ત ધન છે. શું તે 200 વર્ષ જૂની વિરાસતને પાછી લાવી શકે છે. અમારી પાસે પૂરાવા છે અને આપ કહો છો કે ટીએમસીએ આ કામ કર્યું છે. આપને શરમ નથી આવતી? એમણે જુઠ્ઠું બોલવા માટે ઉઠક-બેઠક કરાવી જોઇએ. જુઠ્ઠા આરોપ સાબિત કરો, નંહી તો આપને જેલમાં ધકેલીશું. 

મમતા બેનર્જીએ કહ્યું કે, 'પ્રતિમા તોડવી ભાજપની આદતોમાંથી એક, આ પાર્ટીએ ત્રિપુરામાં પણ આવું કાર્ય કર્યું હતું. ભાજપાએ પશ્ચિમ બંગાળની 200 વર્ષ જુની વિરાસતને નષ્ટ કરી નાંખી, જે લોકો પાર્ટીના સમર્થન કરી રહ્યા છે તેને સમાજ સ્વીકાર નહીં કરે. લોકોમાં ભડકાવી હિંસા ફેલાવા માટે ભાજપ સોશિયલ મીડિયા પર ડુપ્લિકેટ વીડિયો અપલોડ કરી રહી છે. 

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 'અમે જાણ્યું કે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે નરેન્દ્ર મોદીની રેલી બાદ અમે કોઇ રેલી ન કરી શકીએ. ચૂંટણી પંચ ભાજપનું ભાઇ છે. પહેલા તે એક નિષ્પક્ષ સંસ્થા હતી. હવે દેશમાં તમામ કહે છે કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરે છે. હું દુ:ખી છું કે અમે કોઇ રેલી ન કરી શક્યા. હું આ કહેવા માટે જેલમાં જવા તૈયાર છું. હું સાચું બોલવાથી નથી ડરતી.'

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન થયેલી હિંસક ઘટનાઓને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સીધો પડકાર આપ્યા છે. યૂપીના મઉ અને ચંદોલીમાં ગુરુવારે સંબોધિત કરતા કહ્યું કે, આજે એકવાર ફરી પશ્ચિમ બંગાળમાં રેલી છે. જોઇએ છીએ કે ત્યાં મારી રેલી થવા દે છે કે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક મહિનાઓ પહેલા પશ્ચિમી મેદિનીપુરમાં મારા રેલીમાં ટીએમસીએ અરાજકતા ફેલાવી હતી. બાદમાં ઠાકુરનગરમાં એવી હાલત કરી કે મારે સંબોધન અડધેથી પડતું મુકી મંચથી હડી જવું પડ્યું. આજે દમદમમાં મારી રેલી છે. જોઇએ છે દીદી આ રેલી થવા દે છે કે નહીં.  

પીએમ મોદીએ સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાનો ટીએમસી પર આરોપ લગાવ્યો. કહ્યું કે ટીએમસીના ગુંડાઓએ ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી નાંખી. એવું કરનારને કઠોર સજા આપવી જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે, વિદ્યાસાગરજીના વિજન માટે સમર્પિત અમારી સરકાર, ત્યાં પંચધાતુની એક ભવ્ય મૂર્તિની સ્થાપના કરશે. આ પહેલા બીજેપીના ચીફ અમિત શાહે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે અત્યાર સુધીની 70 રેલીઓ પર રોક લગાવવાનું કામ કર્યું છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ