બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Election results have a strong impact on the stock market: Sensex jumps by 954 points, Nifty is also bullish

માર્કેટ મજામાં / ચૂંટણી પરિણામની શેર બજાર પર દમદાર અસર: સેન્સેક્સમાં 954 અંકનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજીનો માહોલ

Megha

Last Updated: 09:45 AM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજે શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યું, BSE સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટના વધારા સાથે 68,435 પર ખુલ્યો અને નિફ્ટી પ્રથમ વખત 20,601 પર ખુલ્યો.

  • વિધાનસભા ચૂંટણીના પરિણામોની સકારાત્મક અસર શેરબજાર પર 
  • સેન્સેક્સમાં 954 પોઈન્ટ તો નિફ્ટીમાં 334 પોઇન્ટનો ઉછાળો આવ્યો

રવિવારે આવેલ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સકારાત્મક અસર શેરબજાર પર જોવા મળી રહી છે. આજે શેર માર્કેટમાં પ્રી-ઓપણ સેશનમાં જ જોરદાર તેજી જોવા મળી હતી. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEના 30 શેરવાળા સેન્સેક્સમાં 954 પોઈન્ટ સાથે ઉછાળો આવ્યો તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના નિફ્ટી એટલે કે NSE Nifty પણ 334 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે. 

નિફ્ટી પ્રથમ વખત 20,601 પર ખુલ્યો
સોમવારે શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યું હતું. BSE સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટના વધારા સાથે 68,435 પર ખુલ્યો અને નિફ્ટી પ્રથમ વખત 20,601 પર ખુલ્યો. બજારને મજબૂત સ્થાનિક અને વૈશ્વિક સંકેતોથી સમર્થન મળી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતના કારણે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સના શેર 4-7% વધ્યા છે. આ પહેલા શુક્રવારે BSE સેન્સેક્સ 492 પોઈન્ટ ચઢીને 67481 પર બંધ થયો હતો.

મહત્વનું છે કે ગઇકાલે જ નિષ્ણાતોનું માનવું હતું કે ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની આ પરિણામોની શેર માર્કેટ પર સકારાત્મક અસર પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Assembly Elections 2023 Share Market Open Share Market Today share market share market news વિધાનસભા ચૂંટણી પરિણામો શેર બજારમાં તેજી Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ