Election of Congress president tomorrow, program announced
રાજનીતિ /
આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી, 22 વર્ષ બાદ ગેર કોંગ્રેસી શોભાવશે ગાદી, કાર્યક્રમ થયો જાહેર
Team VTV04:37 PM, 16 Oct 22
| Updated: 05:47 PM, 16 Oct 22
આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન યોજાઈ રહ્યું છે અને પાર્ટીએ મતદાનનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
મલ્લિકાર્જુન ખડગે અને શશી થરુર વચ્ચે છે જંગ
22 વર્ષ બાદ કોંગ્રેસને મળશે ગાંધી પરિવારની બહારના અધ્યક્ષ
રાહુલ કર્ણાટકના બેલ્લારી અને સોનિયા દિલ્હીમાં મતદાન કરશે
17 ઓક્ટોબરે કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસુદન મિસ્ત્રીએ ચૂંટણીનો આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે સવારના 10 વાગ્યે મતદાન શરુ થઈને સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. તમામ રાજ્યના પ્રતિનિધિઓ તેમના સંબંધિત પોલિંગ બૂથમાં પસંદગીના ઉમેદવાર સામે મતદાન કરશે. વોટિંગમાં કોઈ અડચણ ન પડે તેવી વ્યવસ્થા કરાઈ છે.
Delhi | Visuals from AICC Headquarters ahead of the Congress Presidential elections tomorrow.
Counting of the votes & declaration of the results will be done here on October 19th. pic.twitter.com/3FgGR8OIg4
Congress Presidential polls| B/w 10am-4pm tomorrow, delegates from all states will vote at their respective polling stations with a 'tick' mark for the candidate they support. Arrangements made for smooth polling: Madhusudan Mistry, Central Election Authority Chairman of Congress pic.twitter.com/kgrSvsfJsg
19 ઓક્ટોબરે મતગણતરી
મધુસુદન મિસ્ત્રીએ કહ્યું કે 18 ઓક્ટોબરે બેલેટ બોક્સ દિલ્હી પહોંચશે અને 19 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. એઆઈસીસી ખાતે પણ પોલિંગ બૂથ બનાવાયા છે જ્યાં 50 લોકો મતદાન કરી શકશે.
રાહુલ કર્ણાટકના બેલ્લારીમાં, સોનિયા દિલ્હીમાં કરશે વોટિંગ
કોંગ્રેસ અધ્યક્ષ માટે રાહુલ ગાંધી કર્ણાટકના બેલ્લારીમાં તો સોનિયા ગાંધી દિલ્હીમાં વોટિંગ કરશે. મિસ્ત્રીએ કહ્યું કે રાહુલ ગાંધી માટે મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. સોનિયાની ઉપરાંત મનમોહન પણ મતદાન કરશે.
Ballot boxes will reach Delhi on Oct 18 & counting of votes will be done on October 19. Polling booth set up at AICC as well, where over 50 people will vote. The whole polling process will be fair & free, no doubt about that: Congress Central Election Authority Chairman M Mistry
22 વર્ષ બાદ કોંગ્રેસને મળશે પહેલા ગેર કોંગ્રેસી અધ્યક્ષ
ઉલ્લેખનીય છે કે નવા અધ્યક્ષની વરણી થતા પાર્ટીને 22 વર્ષ બાદ પહેલી વાર કોંગ્રેસને ગેર કોંગ્રેસી અધ્યક્ષ મળશે.
दिल्ली: कल कांग्रेस के अध्यक्ष पद के चुनाव से पहले AICC मुख्यालय की तस्वीरें।19 अक्टूबर को मतगणना और परिणामों की घोषणा की जाएगी। pic.twitter.com/T3myv7jxyY
મલ્લિકાર્જુન ખડગે અને શથી શરુર વચ્ચે મુકાબલો
કોંગ્રેસ અધ્યક્ષ પદનો મુકાબલો બે ઉમેદવાર વચ્ચે છે. મલ્લિકાર્જુન ખડગે અને શથી શરુર અધ્યક્ષ પદ માટે મેદાનમાં છે અને જેમાં ખડગેનું પલડું ભારે ગણાય છે. ખુદ ખડગે આજે કહી ચૂક્યા છે તેઓ પાર્ટીને ચલાવવા માટે સોનિયા ગાંધીનું માર્ગદર્શન લેતા રહેશે.