આજે લોકસભામાં Voter ID અને Aadhar કાર્ડ લિન્ક કરવા માટેની રજૂઆત કરતું બિલ આજે લોકસભામાં રજૂ થશે.
Election Laws (Amendment) Bill, 2021
આજે લોકસભામાં રજૂ થશે
બોગસ મતદાનને રોકવા માટે કાયદો
સરકાર સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં જ ચૂંટણી સુધારણાના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકાર સોમવારે લોકસભામાં મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવા માટે ચૂંટણી સુધારણા સંબંધિત બિલ રજૂ કરશે.
કેન્દ્રીય કેબિનેટે બુધવારે બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે મતદાર યાદીમાં ડુપ્લિકેશન અને બોગસ મતદાનને રોકવા માટે મતદાર કાર્ડ અને યાદીને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે.
આજે લોકસભામાં રજૂ થશે
Election Laws (Amendment) Bill, 2021 લોકસભાની સોમવારની કાર્યસૂચિ લિસ્ટમાં છે, જે કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજુ રજૂ કરશે. ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021 ચૂંટણી નોંધણી અધિકારીઓને મતદાર યાદીમાં મતદાર તરીકે તેમના નામની નોંધણી કરાવવા ઇચ્છુક લોકો માટે ઓળખના પુરાવા તરીકે આધાર નંબર માંગવાની સત્તા આપશે. સૂચિત વિધેયકમાં એવી જોગવાઈ પણ છે કે ચૂંટણી નોંધણી અધિકારી તેની ઓળખના વેલીડેશન માટે પહેલાથી જ મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિના આધાર નંબરની માંગણી કરી શકશે.
આ ફાયદો થશે
આ થશે તો એકથી વધુ મતદાર તરીકે એક જ વ્યક્તિની નોંધણી અને એક જ મતવિસ્તારના અલગ-અલગ સરનામાં પર નોંધણીને ઓળખી ઝડપી શકાય છે અને રિજેક્ટ કરી શકાય છે. આ એક જ મતદાર યાદીમાંથી તમામ ચૂંટણીઓ યોજવાની દિશામાં આગળ વધશે.
નકલી મતદાન અને વોટર લિસ્ટમાં પુનરાવર્તનને રોકવા માટે હવે વોટર આઇડી એટલે કે મતદાન પત્રને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. જેમાં બુધવારે એક ખરડાને મંજૂરી આપવામાં આવી હતી. એક જ મતદાતાની યાદી તૈયાર કરવાનો નિર્ણય પણ આમાં સામેલ છે.
મંત્રીમંડળ તરફથી મંજૂર કરવામાં આવેલ ખરડામાં સર્વિસ વોટર્સ માટે ચૂંટણી કાયદાને જેન્ડર ન્યૂટ્રલ પણ બનાવવામાં આવ્યો છે. ખરડામાં એ જોગવાઈ છે કે જ્યારે એક વર્ષમાં 4 અલગ અલગ તારીખો પર મતદાતાના રુપમાં યુવા નોંધણી કરી શકશે.
હવે વર્ષમાં 4 વાર રજીસ્ટ્રેશન કરવાનો મોકો મળશે
વર્તમાનમાં આ વ્યવસ્થા હતી કે એક જાન્યુઆરીએ કટ ઓફની તારીખ હોવાના કારણે મતદાતા યાદીથી અનેક યુવા વંચિત રહી જતા હતા. જેથી 2 તારીખે 18ના થનારા યુવાનો વોટર રજીસ્ટ્રેશન નહોંતા કરી શકતા. હવે વર્ષમાં 4 વાર રજીસ્ટ્રેશન કરવાનો મોકો મળશે. જે પહેલી જાન્યુઆરી, પહેલી એપ્રિલ, પહેલી જુલાઈ તથા પહેલી ઓક્ટોબર સામલે કરી શકાય.
પત્ની શબ્દને બદલે જીવનસાથી લખવામાં આવશે
કાયદા મંત્રાલયથી સેવા મતદાતાઓ સંબંધિત લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈમાં પત્ની શબ્દને પતિ/પત્નીથી બદલવાનું કહેવામાં આવ્યું છે. જીવનસાથી લખવામાં આવશે તો સમસ્યા સોલ્વ થઈ જશે.