Sunday, May 26, 2019

Exit Poll: મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મિઝોરમ અને તેલંગાણામાં કોની બનશે સરકાર?

Exit Poll: મધ્યપ્રદેશ  રાજસ્થાન  છત્તીસગઢ  મિઝોરમ અને તેલંગાણામાં કોની બનશે સરકાર?
નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણીનું સેમીફાઇનલ માનવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર છે. ત્યારે મિઝોરમમાં કોંગ્રેસ અને તેલંગાણામાં ટીઆરએસની સરકાર છે. આ પાંચ રાજ્યોની ચૂંટણીનો મહાચુકાદો 11 ડિસેમ્બરે છે.

ત્યારે સૌથી પહેલા એક્ઝિટ પોલનું પરિણામ Vtv પર જાણો. એગ્ઝિટ પોલ પ્રમાણે ભાજપને ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તનના સંકેત છે. જ્યારે રાજસ્થાનમાં પરંપરાગત સત્તા પરિવર્તનના સંકેત છે. તેલંગાણામાં ફરી ચંદ્રશેખર રાવની સરકાર બની શકે છે. છત્તીસગઢમાં રમણસિંહ સરકાર બનાવી શકે છે. 

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 41 ટકા મત મળ્યા છે. ભાજપને 40 ટકા વોટ મળ્યા છે. અપક્ષ ઉમેદવારોને 19 ટકા મત મળ્યા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 104-122 બેઠકો મળવાનું અનુમાન લગાવાય રહ્યું છે. ભાજપને 102-120 બેઠકો મળે તેવું અનુમાન લગાવાય રહ્યું છે. મધ્યપ્રદેશ ભાજપને ટક્કર મળી શકે છે. બીએસપીને 3 બેઠક મળી શકે છે. અન્યને 0-8 બેઠકો મળે તેવી સંભાવના છે.

 
મધ્યપ્રદેશ ભાજપ કોંગ્રેસ અન્ય
Times Now 126 89 15
Republic 118 105 7
Axis 111 113 6


 
રાજસ્થાન ભાજપ કોંગ્રેસ અન્ય
Times Now 85 105 9
Republic 93 91 15
Axis 63 130 7
 
 
છત્તીસગઢ ભાજપ કોંગ્રેસ અન્ય
Times Now 46 35 9
Republic 44 40 6
Axis 26 60 4


 
તેલંગાણા ટીઆરએસ કોંગ્રેસ અન્ય
Times Now 66 37 16

 
મિઝોરમ કોંગ્રેસ એમએનએફ અન્ય
Republic 14-18 16-20 3-7

 
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ