election commission reply on evm hacking allegations by oppositions lok sabha elections result
સુરક્ષા /
UPના ઘણા જિલ્લામાં EVM પર વિપક્ષનો હોબાળો, ચૂંટણી પંચે ફગાવ્યા તમામ આરોપ
Team VTV01:55 PM, 21 May 19
| Updated: 01:57 PM, 21 May 19
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ફરી એકવાર વિપક્ષ તરફથી ઇવીએમની સુરક્ષા પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં એવા ઘણા મામલા સામે આવ્યા છે જેમાં વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા હોય.
ઉત્તરપ્રદેશના ગાઝીપુર, ચંદોલીમાં થયેલી ઘટના પર હવે ECએ સ્પષ્ટતા કરી છે કે પંચે તમામ આરોપોને નિરાધાર બતાવતા કહ્યું કે તમામ ઇવીએમ કડક સુરક્ષા વચ્ચે છે.
ચૂંટણી પંચની તરફથી દરેક ઘટના પર અલગ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. યૂપીના ગાઝીપુરમાં ઇવીએમમાં છેડછાડ પર ચૂંટણી પંચે કહ્યું કે, ત્યાં સ્ટ્રોંગ રૂમને લઇને ઉમેદવારો દ્વારા જે સવાલ ઉભા કરવામાં આવ્યા હતા તેને દૂર કરાયા છે.
આપને જણાવીએ કે ગાઝીપુરમાં મહાગઠબંધનના ઉમેદવાર અફજાલ અંસારીએ ઇવીએમ બદલવાનો આરોપ લગાવ્યો હતો. અને તે આ મામલે ધરણા પર બેસી ગયા હતા. ગાઝીપુરમાં મોદી સરકારમાં મંત્રી રહેલા મનોજ સિન્હા મેદાનમાં છે.
1/n Pl note the followg factual reports from concerned Returning Officers in context of varied clips being circulated on media platforms on EVM strong room issues. Clarification issued by RO👇wrt mishandling of EVMs in Chandauli, UP. All extant guidelines issued by ECI followed. pic.twitter.com/wNOS3WmtvL
— Sheyphali Sharan (@SpokespersonECI) May 21, 2019
ચૂંટણી પંચે ગાઝીપુર ઉપરાંત ચંદોલી, ડુમરિયાગંજ અને ઝાંસીની ઘટનાઓ પર નિવદેન જાહેર કર્યું છે. ડુમરિયાગંજમાં જે આરોપ લાગ્યા હતા, તેને જિલ્લાધિકારી અને પોલીસ અધીક્ષક (SP) સાથે મળી દુર કરવામાં આવ્યા છે.
તમામ મામલે ચૂંટણી પંચે જણાવ્યું કે દરેક કાઉન્ટિંગ સેન્ટર પર ઇવીએમ અને વીવીપેટની રાજનીતિક દળો સામે વીડિયોગ્રાફી સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા પણ ગોઠવાયા છે.