Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / ચૂંટણી પંચે પરિણામની સત્તાવાર કરી જાહેરાત, ભાજપને 303 અને કોંગ્રેસને 52 બેઠકો

ચૂંટણી પંચે પરિણામની સત્તાવાર કરી જાહેરાત, ભાજપને 303 અને કોંગ્રેસને 52 બેઠકો

2019ની લોકસભા ચૂંટણી ભાજપે જોરદાર જીત દાખલ કરતા કેન્દ્રની સત્તામાં વાપસી કરી છે. પીએમ નરેન્દ્ર મોજી સતત બીજી વખત પૂર્ણ બહુમતની સાથે સરકાર બનાવશે. પાર્ટીએ એમના નેતૃત્વમાં પહેલી વખત 300 થી વધારે સીટો જીતી છે.

આ જીત બાદ આજરોજ ભારતના ઇલેક્શન કમિશને સત્તાવાર જાહેરાત કરી હતી. ભારતના ચૂંટણી પંચે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપને 303 અને કોંગ્રેસને કુલ 50 બેઠકો પ્રાપ્ત થયેલ છે. 

ભાજપ પહેલી વખત 300 પાર 
ભાજપે 2019ની સામાન્ય ચૂંટણીમાં પહેલી વખત 300 સીટોનો આંકડો પાર કર્યો. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 282 સીટો મળી હતી. પરંતુ આ વખતે પીએમ મોદીની લહેરમાં પાર્ટીએ પોતાના ગત રેકોર્ડ તોડી નાંખ્યા.

નહેરુ, ઇન્દિરા બાદ મોદીનો કમાલ 
સામાન્ય ચૂંટણીમાં ભાજપની જોરદાર જીત બાદ પીએમ મોદી સતત પૂર્ણ બહુમતની સાથે બીજી વખત સરકાર બનાવશે. પીએમ મોદી આવું કરનાર દેશના ત્રીજા અને પહેલા બિનકોંગ્રેસી નેતા હશે. દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ત્રણ વખત કોંગ્રેસની બહુમતી વાળી સરકાર સત્તારૂઢ થઇ હતી. 


ત્યારબાદ ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં 1967 અને 1971માં સતત બે વખત આ પ્રકારની સરકાર બની હતી. કોંગ્રેસ 1980 અને 1984માં પણ સતત લોકસભામાં બહુમત પ્રાપ્ત કરી હતી, પરંતુ બંને વખત પ્રધાનમંત્રી અલગ-અલગ હતા. 

Lok Sabha Elections 2019 Lok Sabha Elections 2019 Result election commission of india

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ