બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Election Commission dismisses opposition demand of VVPAT match before counting

ચૂંટણી / મત ગણતરીની પ્રક્રિયામાં નહીં થાય કોઇ ફેરફાર, ચૂંટણી પંચે ફગાવી વિપક્ષની માંગ

vtvAdmin

Last Updated: 02:46 PM, 22 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી આયોગે વિપક્ષી દળો તરફથી લોકસભા ચૂંટણીની મતગણનામાં પહેલા વીવીપેટની પરચીઓની ઇવીએમ સાથે સરખામણી કરવાની માંગને ખારીજ કરી દીધી છે. ઇવીએમ-વીવીપેટનાં મુદ્દા પર ચૂંટણી આયોગે પોતાની મોટી બેઠક દ્વારા આ મુદ્દાને લઇ નિર્ણય કર્યો છે.

Election Commission of India

ન્યૂ દિલ્હીઃ લોકસભા ચૂંટણીની ગુરૂવારનાં રોજ સવારે યોજાનારી મતગણતરી નક્કી કરેલા આધારે જ થશે. ચૂંટણી આયોગે વિપક્ષી દળોને ઝટકો આપતા પહેલા વીવીપેટની પરચીઓની ઇવીએમ સાથે સરખામણી કરવાની માંગને ખારીજ કરી દીધી છે. ચૂંટણી પંચે એક લાંબા મંથન બાદ કહ્યું કે, 'VVPATની પરચીની ગણતરીમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.

જે રીતે કામગીરી થાય છે તે રીતે જ થશે. મહત્વનું છે કે વિપક્ષની અનેક પાર્ટીઓએ આ મામલે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી અને EVMની સુરક્ષા પર પણ સવાલો ઉઠાવ્યાં હતાં. મહત્વનું છે કે આ મામલે વિપક્ષ આક્રમક મુડમાં છે. તો ભાજપે કોંગ્રેસ હાર સ્વીકારી ન શકતી હોવાંથી આવા મુદ્દાઓ ઉઠાવતી હોવાનાં પણ આક્ષેપ કર્યા છે.'

આ અંગે યોજાયેલી બેઠકમાં આયોગનાં સીનિયર અધિકારીઓની સાથે ચૂંટણી આયુક્ત અશોક લવાસા પણ હાજર રહ્યાં. સૂત્રોનું કહેવું એમ છે કે બેઠકમાં એ વાત પર પણ ચર્ચા થઇ છે કે જો આયોગ વિપક્ષી દળોની માંગ પર રાજી થાય છે તો મતગણતરીમાં 2-3 દિવસનો સમય લાગી શકે છે.

તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણીનાં પરિણામ આવતા પહેલા મંગળવારનાં રોજ કોંગ્રેસ, એસપી, ટીએમસી સહિત 22 દળોએ ચૂંટણી આયોગનાં અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. વિપક્ષે ચૂંટણી આયોગ પાસે એવી માંગણી કરી હતી કે 23મેનાં રોજ મતગણના શરૂ થતા પહેલાં વગર કોઇ ક્રમનાં પસંદ કરેલ પોલિંગ સ્ટેશનો પર વીવીપેટ પરચીઓની તપાસ કરવામાં આવે. બીજી બાજુ ચૂંટણી આયોગે એવું નિવેદન રજૂ કર્યુ કે સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલ ઇવીએમની સુરક્ષાને લઇને માંગ કરવામાં આવી રહી છે કે તમામ આશંકાઓને ખારીજ કરી દેવામાં આવે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Counting EVM Exit poll India VVPAT election commission of india Elections
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ