Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મહામંથન / ચૂંટણી પ્રચાર પૂર્ણ પરંતુ રાજનીતિ હજુ યથાવત, વિકાસથી શરૂઆત, હિંસાથી અંત?

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં વાયદાઓ કરતા આરોપ પ્રત્યારોપ,શબ્દયુદ્ધ,વર્ચસ્વ જેવા શબ્દો જ કેન્દ્રમાં રહ્યા છે...પશ્ચિમ બંગાળમાં દીદી વર્સીસ કેન્દ્ર વચ્ચે તો ચૂંટણીનોજંગ જામેલો જ હતો..પરંતુ આ લડાઈ માત્ર રાજનીતિથી પર થઈને હિંસા સુધી પહોંચી ગઈ હતી..તે ઉપરાંત નેતાઓ આપેલા બેફામ નિવેદનો પણ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ બની રહ્યા ..કોંગ્રેસ માટે સેમપિત્રોડા,મણીશંકર ઐયર જેવા નેતાઓ મુસીબત બન્યા..જ્યારે ભાજપે આવા નેતાઓના નિવેદનોને જ કેન્દ્રમાં રાખીને રાજનીતિ કરી..જો કે કોંગ્રેસના નેતાઓએ કરેલા બફાટ પર રાજનીતિ કરી રહેલું ભાજપ અંતિમ તબક્કાના મતદાન પહેલા જ થાપ ખાઈ ગયું. અને તેના માટે જવાબદાર ઠર્યા હોય તો તે છે સાધ્વી પ્રજ્ઞા. જેમણે ગોડસેની તુલના દેશભક્ત સાથે કરી નાખી. અને તેમના આ એક નિવેદનને કારણે ભાજપે હવે બેકફૂટ આવી ગયું છે. જો કે સાધ્વીના આ નિવેદન સામે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે નારાજગી તો દર્શાવી છે..અને કાર્યવાહીની પણ ખાતરી આપી છે..પરંતુ કહેવાય છે ને કે જેમ કમાનમાંથી છુટેલું તીર પરત નથી આવતું તે જ રીતે મુખમાંથી નીકળેલા શબ્દો પણ પાછા નથી આવતા...ત્યારે અહીં સવાલ એ છે કે શું ચૂંટણી પ્રચારનો અંત થતાં નિવેદનોની રાજનીતિ ખતમ થશે? શું દીદી અને કેન્દ્ર વચ્ચે જંગ થંભશે? શું ધર્મ આધારીત રાજનીતિ પર બ્રેક લાગશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન..

Mahamanthan Vtv Debate Lok Sabha Election 2019

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ