બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Elderly in ICU: Arms, legs, chest forced to undergo emergency surgery after pack of 10 dogs attack

આતંક / 10 શ્વાનોના ટોળાંએ હુમલો કરતાં વૃદ્ધા ICUમાં: હાથ, પગ, છાતીમાં બચકાં ભરતા ઈમરજન્સી ઓપરેશન કરવું પડ્યું

Vishal Khamar

Last Updated: 06:47 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના નિઝામપુરા નજીક નટરાજ સોસાયટીમાં રહેતા એક વૃદ્ધા ગત રોજ રાત્રે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.10 કૂતરાઓના ટોળાએ તેમની પર હુમલો કરી મને હાથ, પગ, છાતીના ભાગે બચકા ભરવા લાગ્યા હતા.

 

  • વડોદરામાં રખડતા શ્વાનનો આતંક 
  • નિઝામપુરામાં નટરાજ સોસાયટી પાસે બની ઘટના 
  • અત્યારે અલકાબેનની સ્થિતિ સુધારા પર-તબીબ

 વડોદરામાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. ત્યારે ગત રોજ રાત્રીના સુમારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધાને રખતડા કૂતરાઓના ટોળા દ્વારા અચાનક હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વડોદરામાં રખડતા ઢોર બાદ હવે રખડતા કૂતરાઓએ આતંક મચાવવાનું શરૂ કર્યું છે. ત્યારે વડોદરાના નિઝામપુરા નજીક નટરાજ સોસાયટીમાં રહેતા એક વૃદ્ધા ગત રોજ રાત્રે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક રખડતા 10 કૂતરાઓના ટોળાએ તેમની પર હુમલો કરી મને હાથ, પગ, છાતીના ભાગે બચકા ભરવા લાગ્યા હતા. વૃદ્ધાએ બુમાબુમ કરતા રસ્તા પરથી પસાર થતા લોકો મદદ માટે તાત્કાલીક દોડી ગયા હતા અને કૂતરાઓને ભગાડ્યા હતા અને વૃદ્ધાને સારવાર અર્થે ખસેડ્યા હતા. 

રખડતા કૂતરાઓએ અચાનક હુમલો કરતા ઈજાઓ થવા પામીઃઅલ્પાબેન ભટ્ટ
આ બાબતે અલ્પાબેન ભટ્ટે જણાવ્યું હતું કે કૂતરાઓએ બચકા ભરતા મેં બૂમાબૂમ કરી હતી.  ત્યારે રોડ પરથી પસાર થતા લોકોએ કૂતરાને ભગાડ્યા હતા અને મને દવાખાને સારવાર અર્થે ખસેડી હતી. કૂતરાઓએ અચાનક હુમલો કરતા મને શરીરે ઓછા વત્તા પ્રમાણમાં ઈજાઓ થવા પામી છે.

અત્યારે અલકાબેનની સ્થિતિ સુધારા પરઃતબીબ
વડોદરામાં રખતા કૂતરાઓ દ્વારા એકાએક મહિલા પર હુમલો કરતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર કરી રહેલ ર્ડા.ભરત રાવલે જણાવ્યું હતું કે અલકાબેન ભટ્ટને શરીર પર મલ્ટીપલ ઈજાઓ થવા પામી છે. તેમજ તેમને ગંભીર સ્થિતિમાં અલકાબેન ભટ્ટને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અમે તાત્કાલીક ધોરણે તેમનું ઓપરેશન કરી સારવાર આપી છે. તેમજ બે દિવસ તેઓ આઈસીયુમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. અને હાલ તેમની સ્થિતિ સુધારા પર હોવાનું તબીબે જણાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Hospital dog elderly vadodra ઓપરેશન હુમલો vadodara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ