બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:40 PM, 7 November 2024
એલ્સીડ ઇન્વેસ્ટમેન્ટના શેયર આજે 7 નવેમ્બરે ત્રણ લાખ રૂપિયા પાર કરીને 3,16,597 રૂપીયે પહોંચી ગયા છે. 3.16 લાખ રૂપિયાના ભાવે પહોંચ્યા બાદ આ શેયર દેશના સૌથી મોંઘા શેયર બન્યા છે. આજના ટ્રેડમાં આના પર 5% અપર સર્કિટ લાગી છે અને 29 ઓકટોબરથી આમાં લગભગ સતત 5% અપર સર્કિટ લાગી રહી છે. એલ્સીડ ઇન્વેસ્ટમેન્ટના શેયર ભારતીય શેર બજારના ઇતિહાસમાં ઐતિહાસિક સ્થાન વાળો સ્ટોક સાબિત થઈ રહ્યો છે. એલ્સીડ ઇન્વેસ્ટમેન્ટના શેયરોના ભાવ 3 લાખ રૂપિયાની પર પહોંચ્યા છે અને આ ઐતિહાસિક ઊંચાઈની સાથે નવી ટોચ પર પહોંચ્યા છે.
ADVERTISEMENT
29 ઓક્ટોબરે એલ્સીડ ઇવેસ્ટમેન્ટે બનાવ્યો ધમાકેદાર રેકોર્ડ
ADVERTISEMENT
29 ઓક્ટોબરે સ્મોલકેપ સ્ટોક એલ્સીડ ઇન્વેસ્ટમેન્ટની કિંમત એક જ દિવસમાં 3.53 રૂપિયાથી વધીને 2,36,250 રૂપિયા એટલે 2.36 રૂપિયા પર પહોંચી છે. આના પછી આવેલી તેજીએ MRFના સ્ટોકને પાછળ છોડતા આ સ્ટોક ભારતનો સૌથી મોંઘો સ્ટોક બની ગયો છે.
એલ્સીડ ઇન્વેસ્ટમેન્ટમાં સતત 6 ટ્રેડિંગ સેશનથી અપર સર્કિટ
કંપનીની હાઇ બુક વેલ્યૂના દમ પર આના વધારાએ બધાને સ્તબ્ધ કર્યા હતા અને 31 ઓક્ટોબરે દિવાળી પહેલા-પહેલા આ શેયર ચર્ચાનો વિષય બની ગયો હતો. જોકે આમાં 29 ઓકટોબરથી લઈને 7 નવેમબર સુધી સતત 6 ટ્રેડિંગ સેશનમાં 5-5% અપર સર્કિટ લાગી રહી છે. 29 ઓક્ટોબરે એલ્સીડનો શેયર 66,85,454% ઉછળીને 2.36 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને આને MRFના શેયરને પાછળ છોડી દીધો તે દિવસે 1,22,502.85 રૂપિયા પર શેયર લેવલે ટ્રેડ કરી રહ્યો હતો.
વધુ વાંચો : આવી રહ્યો છે રિલાયન્સ Jioનો બેસ્ટ IPO, જે બદલી શકે છે ભારતીય ટેલિકોમનું ભવિષ્ય
કેવી રીતે આવ્યો એલ્સીડના શેયરમાં જબરદસ્ત ઉછાળ
BSE અને NSE દ્વારા આયોજિત રોકાણકાર હોલ્ડિંગ કંપનીઓમાં પ્રાઇસ ડિસ્કવરી માટે સ્પેશિયલ કોલ ઓક્શનને કારણે એલ્સિડમાં આ અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો હતો. આની અસર આજે પણ જોઈ શકાય છે. કોલ ઓક્શન પહેલા એલ્સીડ ઇન્વેસ્ટમેન્ટના શેયરોની બુક વેલ્યુ લગભગ 4 લાખ રૂપિયા નજીક હતી. અહીં રસપ્રદ છે કે આના વર્તમાન શેયર કિંમતોની પ્રાઇસ ડિસ્કવરી છતાં આ શેયર પોતાની બુક વેલ્યુ નીચે ટ્રેડ કરી રહ્યો છે અને સતત ઇન્વેસ્ટરો માટે નવા લેવલ સુધી પહોંચતો જઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.