eknath shinde make shiv sena balasaheb gut on 25 june
BIG NEWS /
મહારાષ્ટ્ર: નવી પાર્ટી બનાવાની તૈયારીમાં એકનાથ શિંદે, આજે જાહેર કરી શકે છે પાર્ટીનું નામ
Team VTV01:19 PM, 25 Jun 22
| Updated: 01:40 PM, 25 Jun 22
મહારાષ્ટ્ર સરકાર સામે બંડ પોકારીને અલગ થયેલા એકનાથ શિંદે ઉપરાઉપરી ઉદ્ધવ ઠાકરેને ઝટકા આપી રહ્યા છે, ત્યારે હવે વધુ એક ઝટકો આપ્યો છે.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદેનો મોટો નિર્ણય
પોતાના જૂથને આપ્યું નવું નામ
શિવસેનાથી અલગ નવી પાર્ટી બનાવે તેવી શક્યતા
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે રાજ્યની રાજનીતિ કઈ બાજૂ જશે, તે હાલમાં કોઈ કહી શકે તેમ નથી. ત્યારે હવે ઉદ્ધવ ઠાકરેથી ઉપરવટ જઈને એકનાથ શિંદે તરફથી વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું કે, શિંદે જૂથ બાલાસાહેબ ઠાકરેના નામ પર નવી પાર્ટી બનાવી શકે છે. તેમણે કહ્યું કે, પાર્ટીનું નામ શિવસેના બાલાસાહેબ હશે. આપને જણાવી દઈએ કે, આજે સાંજે લગભગ ચાર કલાકે શિંદે જૂથ ગુવાહટીમાં પ્રેસ કોન્ફ્રેંસ કરશે. બની શકે છે પ્રેસ કોન્ફ્રેંન્સમાં તેના વિશે જાણકારી આપશે.
તે જ સમયે સૂત્રોએ દાવો કર્યો છે કે, શિંદે સમર્થકોએ પોતાના અલગ જૂથનું નામ નક્કી કરી લીધું છે. આ જૂથે પોતાનું નામ રાખ્યું છે. 'શિવસેના- બાલાસાહેબ' રાખવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, હાલમાં આ બળવાખોર કેમ્પમાં લગભગ 40 ધારાસભ્યો હોવાનું કહેવાય છે. ત્યારે આ બાબતને લઈને ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત પણ થઈ જશે.
શિવસેનાની બે ફાડ પડી
જાણકારો અનુસાર નામમાંથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, હવે શિવસેના બે ભાગમાં વહેંચાઈ જશે. બાલાસાહેબ જૂટ અને બીજૂ શિવસેના જૂથ (ઉદ્ધવ ઠાકરે). એકનાથ શિંદેનું માનવું છે કે, વધુમા વધુ લોકો ઈમોશનલી કનેક્ટ થઈને તેમનું ગ્રુપ જોઈન કરશે.