બ્રેકિંગ ન્યુઝ
VTV / Eknath Shinde fell soft, happy for the floor test, Rakhi this big condition
Priyakant
Last Updated: 11:15 AM, 27 June 2022
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે હવે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે સંમત થયા છે. રવિવારે બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું કે, શિંદે કેમ્પના ધારાસભ્યો કોઈપણ સમયે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા તૈયાર છે. જો કે, કેસરકરે એક શરત મૂકી હતી કે ફ્લોર ટેસ્ટ દરમ્યાન શિંદે જૂથને પહેલા શક્તિ બતાવવાની તક આપવી જોઈએ.
શુ કહ્યું બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે ?
ADVERTISEMENT
કેસરકરે એવો પણ દાવો કર્યો, બળવાખોર જૂથ સાથે વધુ એકથી બે ધારાસભ્યો આવશે. તેમના સમર્થન અને અન્ય અપક્ષ ઉમેદવારો સાથે અમારી સંખ્યા વધીને 51 થઈ જશે. તેમણે કહ્યું કે અમે આગામી ત્રણ-ચાર દિવસમાં નિર્ણય પર પહોંચીશું અને તે પછી અમે સીધા મહારાષ્ટ્ર પાછા જઈશું. તેમણે એમ પણ કહ્યું કે અમે મહા વિકાસ અઘાડી (MVA) સરકાર સાથે નહીં જઈએ.
One to two more MLAs will come & join us. With their support and other independents, our strength will be increased to 51. We will arrive at a decision in 3-4 days & thereafter, we will directly go back to Maharashtra: Rebel Shiv Sena MLA Deepak Kesarkar to ANI
— ANI (@ANI) June 26, 2022
(File Pic) pic.twitter.com/YIGXAlqpbF
એકનાથ શિંદે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
નોંધનિય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દ્વારા શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને મોકલવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ સામે મંત્રી એકનાથ શિંદેએ રવિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ સોમવારે શિંદેની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે.
ઉદ્ધવના અન્ય એક મંત્રી બળવાખોર જૂથમાં જોડાયા
મહારાષ્ટ્રના અન્ય મંત્રી ઉદય સામંત રવિવારે ગુવાહાટી પહોંચ્યા અને એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોની અસંતુષ્ટ શિબિરમાં જોડાયા. સૂત્રોએ જણાવ્યું કે સામંત ગુજરાતના સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે તે ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યો હતો અને અન્ય ત્રણ સાથે અહીં એરપોર્ટ પર ઉતર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT