બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VTV વિશેષ / બોલિવૂડ / ગુજરાતી સિનેમા / રણવીરસિંહ પણ આ ગુજરાતી કાકા પાસેથી નાટકની વાર્તાઓ સાંભળતો, બિગ બીને પણ ભૂ પીવડાવે એટલી સ્ફૂર્તિથી 85 વર્ષે એક્ટિંગ કરે છે 'રમણકાકા'

VTV વિશેષ / રણવીરસિંહ પણ આ ગુજરાતી કાકા પાસેથી નાટકની વાર્તાઓ સાંભળતો, બિગ બીને પણ ભૂ પીવડાવે એટલી સ્ફૂર્તિથી 85 વર્ષે એક્ટિંગ કરે છે 'રમણકાકા'

Nidhi Panchal

Last Updated: 08:16 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બચ્ચા બચ્ચા બોલે બચ્ચન બચ્ચન. પાનના ગલ્લેથી લઈને ઓટલા પરિષદમાં બિગ બીની આ ઉંમરેય એક્ટિંગ અને જુસ્સાની વાતો થતી રહે છે. પણ આ આર્ટિકલમાં એક એવા ગુજરાતી કલાકારની વાત કહું છે, જે બિગ બી કરતાંય ઉંમરમાં મોટા છે, અને બચ્ચન કરતા સવાઈ એનર્જીથી સેટ પર કામ કરે છે. ચાલો મળીએ 'રમણકાકાને'

અમિતાભ બચ્ચન, સદીના મહાનાયક, સુપરસ્ટાર, બિગ બી.. આપણે તેમને ઘણા બધા વિશેષણોથી નવાજ્યા છે કારણ કે એક નહીં 3-3 પેઢી તેમના કામ, તેમની સફળતાની સાક્ષી રહી છે. આજે 81 વર્ષે પણ બિગ બી કેટલી એનર્જીથી કામ કરે છે, કેટલી લગનથી કામ કરે છે, કટેલી સ્ફૂર્તિથી કામ કરે છે તેની ચર્ચા થાય છે. પણ, આપણા ગુજરાતના એક એવા કલાકાર છે

જેમની ઉંમર અમિતજી કરતા પણ વધારે છે, અને તેઓ પણ એટલી જ લગન, એટલી જ તત્પરતા સાથે ફિલ્મોમાં જ કામ કરે છે. તમને સવાલ થશે કે તો પછી અમને તેમનું નામ કેમ નથી ખબર? પણ જ્યારે હું અમદાવાદના નારાણપુરા , ઘાટલોડિયા, ગોતા , આ તમામ વિસ્તારમાં લોકોને મળી તો અહીં તો બધા જ 'રમણકાકા'ના પણ બહુ મોટા ફેન છે. હવે તમને થતું હશે કે આ રમણ કાકા કોણ? તો તેમનું સાચું નામ છે, પ્રલય રાવલ. તમે તેમને જૂહી ચાવલાથી લઈને રણવીરસિંહ જેવા કલાકારો સાથે સિલ્વર સ્ક્રીન પર જોઈ ચૂક્યા છો. છેલ્લા 60 વર્ષથી તેઓ અવિરત એક્ટિંગ કરી રહ્યા છે. ડાયાબિટીસ, બીપી જેવી અનેક બીમારીઓને માત આપીને પણ તેઓ સેટ પર જઈને ધમધોકાર એક્ટિંગ કરી બતાવે છે. 60-65 વર્ષે જ્યાં એક વરિષ્ઠ નાગરિક નિવૃત્ત થઈને બેસી જાય ત્યાં આ 85 વર્ષના પ્રલય રાવલ આજે પણ એક્ટિવ છે. હજીય ન ઓળખ્યા? તો ચાલો, તમને યાદ કરાવી દઈએ કે તમે તેમને ક્યાં ક્યાં જોઈ ચૂક્યા છો.

1

પહેલો પરકાયા પ્રવેશ

Mukesh Rishi Old Image

જન્મે અમદાવાદી એવા પ્રલય રાવલની એક્ટિંગ કરિયર શરૂ થઈ છે ગુજરાતી નાટકોથી. જો કે પહેલા ભણ્યા, અને સરકારી નોકરી મેળવી, પણ પછી મહાગુજરાતની ચળવળ થઈ અને ચળવળને વેગ આપવા તેમની પોળમાં 'શહીદ વીર' નામનું નાટક ભજવાયું. ઓડિયન્સમાં ઇન્દુલાલ યાજ્ઞિક, પ્રેમકુમાર ભટ્ટ, અશોક ભટ્ટ, પ્રોફેસર એસ. આર. ભટ્ટ આ બધા મહાનુભાવો હતા, અને પ્રલયદાદાનો આ પહેલો પરકાયા પ્રવેશ હતો. આજે પણ દાદા જ્યારે આ યાદ વાગોળે છે, ત્યારે તેમના રુંવાડા ઉભા થઈ જાય છે. તેમના જ શબ્દોમાં કહીએ તો,'ઓડિયન્સમાં આ દિગ્ગજોને બેઠેલા જોઈને એકવાર તો ધ્રુજારી છૂટી ગઈ પછી શું થયું એ ખબર ન પડી, પાત્ર જીવ્યો અને તાળીઓ પડી ત્યારે ખબર પડી કે જે થયું એ બરાબર થયું.' બસ ત્યારથી જ પ્રલયદાદાને એક્ટિંગની લત લાગી, તે હજીય 85 વર્ષેય તેઓ બીમારીઓને બાજુએ મૂકીને એક્ટિંગ કરી રહ્યા છે.

એક્ટિંગ તો જીવવાનું બહાનું છે

Parlay Raval

પણ માત્ર એક્ટિંગથી પેટ ક્યાં ભરાય છે? પ્રલયદાદાને એક્ટિંગ માટેની તક નાટકોમાં મળતી રહી અને પરિવારના પાલનપોષણ માટે તેમણે સરકારી નોકરી ચાલુ રાખી. એક સમય એવો આવ્યો કે નાટકોના શૉ હાઉસફૂલ હોય, નાટક મુંબઈમાં ભજવવાનું હોય અને પ્રલયદાદાની નોકરી અમદાવાદ હોય. એટલે અઠવાડિયામાં 2 દિવસ અમદાવાદથી મુંબઈ તે જમાનામાં અપડાઉન કરવું પડતું. આ સાંભળીને અમે પૂછ્યું કે થાક નહોતો લાગતો? એના જવાબમાં એક નાનકડી ક્યુટ સ્માઈલ સાથે દાદા કહે છે,'જ્યારે થાકીને પ્રેમિકા કે પ્રેમી એક બીજાને મળે અને થાક ઉતરી જાય એ જ રીતે નાટક એ મારો પ્રેમ છે એટલે ત્યાં સ્ટેજ પર જઇને દિવસનો બધો જ થાક ઉતરી જાય છે. હાલ પણપણ અનેક બિમારી છે છતાંય પણ જ્યારે એકટિંગની વાત આવે છે તો દાદા મોબાઈલની જેમ ફૂલ ચાર્જ થઈ જાય છે.

... અને મળી રમણકાકાની ઓળખ

Raman kaka

તમને બધાને એક ડાળના પંખી યાદ છે? મારા જેવા અનેક લોકો દૂરદર્શન પર રોજ બપોરે 4.30 વાગ્યે આવતી આ ગુજરાતી સીરિયલ જોતા જોતા મોટા થયા છે. આ જાણીતી સિરીયલમાં પ્રલય રાવલે કરેલા રમણકાકાના રોલથી તેમની જબરજસ્ત ઓળખ ઉભી થઈ. સત 8 વર્ષ સુધી ચાલેલી આ સીરિયલે જ પ્રલય રાવલને રમણ કાકા તરીકે એક્ટિંગ સર્કલમાં જાણીતા બનાવી દીધા. એટલે સુધી કે આજે તેમના નામે 50 કરતા વધુ ફિલ્મો બોલે છે, અને ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકારોની સાથે બોલીવુડની પણ મોટી ફિલ્મોમાં દાદા રોલ કરી ચૂક્યા છે.

આ રીતે મળી જયેશભાઈ જોરદાર!

Ranveer Singh

તમે જો રણવીરસિંહ સ્ટારર ફિલ્મ જયેશભાઈ જોરદાર જોઈ હશે, તો તમે સ્ક્રીન પર આ દાદાને જોયા જ હશે. જો કે, એક સમયે દાદાએ આ ફિલ્મ માટે ઓડિશન આપવાની ના પાડી દીધી હતી. જરા વિચાર કરો, 85 વર્ષની ઉંમરે રોલ મળે એ પણ યશરાજ બેનરમાં અને દાદા ઓડિશન આપવા તૈયાર નહોતા! આખરે યશરાજની ટીમ દાદાના ઘરે આવી, ઓડિશન લીધું અને બીજા જ દિવસે તેમને સિલેક્ટેડનો ફોન આવી ગયો એ પણ A+ ગ્રેડમાં. એટલે કે તેમને સેટ પર વેનિટી વેન, સ્પોટબોય સહિતની બધી જ સુવિધાઓ બે મહિના સુધી આપવામાં આવી. જો કે, આપણા પ્રલયકાકા પણ ફૂલ પ્રોફેશનલ હોય. હસતા હસતા તેઓ કહે છે કે,'મને પેશાબની તકલીફ છે. પરંતુ મેં સેટ પર કોઈને આ વાત નહોતી કરી. પેશાબની નળી એટલે કેથેટર મુકાવ્યું અને બધાય સીન પૂરા કર્યા. આ જ મારો એક્ટિંગ પ્રત્યેનો પ્રેમ.' હવે મે પૂછ્યુ કે દાદા રણવીરસિંહ, બમન ઈરાની આ બધા સાથે કામ કરવાનું કેવું લાગ્યું? તો દાદા નાના બાળકની જેમ હસી ઉઠે છે. જાણે રણવીરસિંહ તેમનો જ પૌત્ર હોય એમ કહે છે કે,'રણવીર તો હું જ્યાં સેટ પર બેસું, ત્યાં આવી જતો, મારી પાસેથી નાટકોની વાર્તા સાંભળતો અને વહાલથી વાતો કરતો.'

PROMOTIONAL 9

એ ઘડી અને આજ નો દિ', કોઈ હસ્યા વગર નથી રહ્યું

આ તો થઈ બધી જ સફળતાની વાત, પરંતુ સફળતા એમનેમ નથી મળતી. એની પાછળ વર્ષોની મહેનત હોય છે. પ્રલયદાદા પણ આજે જે છે, તે પહોંચવા પાછળ ઘણી નિષ્ફળતાઓના સાક્ષી બની ચૂક્યા છે. જેમાંની એક ઘટના યાદ કરતા તો તેઓ આ ઉંમરે પણ રડી પડે છે. ભીંજાયેલી આંખો સાથે એ ઘટના યાદ કરતા તે કહે છે,' પહેલા મારા નામાથી મારા નાટકો વેચાતા હતા. મને કોમેડી કિંગ તરીકેની ઓળખ નાટક જગતમાં આપવામાં આવી હતી. તો રાજકોટ માં મારું નાટક "બસ જીવી લઇશું"ના શો હતા અને નાટક પહેલા જ આખા રાજકોટ માં તે સમયમાં કોમેડી કિંગ પ્રલય રાવલના હોડિંગ લાગી ગયા હતા. તો નાટક જોવા માટે રાજકોટના લોકો આવી પહોંચ્યા હતા અને નાટક હાઉસફુલ હતું. નાટકના શરૂઆતથી લઇને અંત સુધી તે દિવસે એક પણ દર્શક હસ્યો નહીં. બસ એ પળમાં મને મારી જાત પર સવાલ ઊભા થયા કે હું કોમેડી કિંગ પણ મારા નાટકમાં હું કોઈને હસાવી ના શક્યો. તો આ પળ હું આજીવન યાદ રાખીશ. પણ ત્યાર બાદ કોઇ પણ એવું નાટક નથી કે કોઇ પણ એવી ફિલ્મ નથી જેમાં મારા દ્રશ્યોમાં કોઇ હસ્યું ના હોય. બધા જ પેટ પકડીને હસીને ખુશ થઇને ગયા છે.

વધુ વાંચો : લોન લીધા બાદ પાડોશીએ પૈસા નથી ચૂકવ્યાં, તો બેંક તમને પણ લોન આપવા પર કરી શકે છે ઇન્કાર!

પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!

6

છેલ્લે મેં દાદાને પુછ્યું કે દાદા 85 થયા, હજી કેટલું કામ કરવું છે? તો દાદાનો જુસ્સો છેલ્લા શ્વાસ સુધી કામ કરવાનો છે. હજી પણ પ્રલયદાદની ઘણી નવી ફિલ્મો આવી રહી છે. ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે તેમાં પણ તેમણે કામ કર્યું છે. સાથે બિલ્ડર બોઇઝ, કારખાનું આવી અનેક ગુજરાતી ફિલ્મો થિયેટરમાં ઓલરેડી ચાલી રીહ છે. આપણે શરૂઆત અમિતાભ બચ્ચન સાથે સરખામણીથી કરી હતી, તો તમને બોનસ ટિપ્સમાં કહીં દઉં કે આગામી ગુજરાતી ફિલ્મ 'ફક્ત પુરુષો માટે'માં તેઓ બિગ બીની સાથે કામ પણ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bollywood Special Flim industry
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ