eight year old child dead in stampede during citizenship act protest varanasi uttar-pradesh, total death 18
CAA Protest /
ઉત્તર પ્રદેશમાં હિંસક પ્રદર્શન બાદ આઠ વર્ષનાં બાળકનું મોત, અત્યાર સુધી 18નાં મોત
Team VTV10:25 AM, 22 Dec 19
| Updated: 12:06 PM, 22 Dec 19
નાગરિકતા સંશોધન કાયદાનાં વિરોધમાં દેશભરમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. આ હિંસક પ્રદર્શનમાં ઉત્તર પ્રદેશ ભડકે બળ્યું છે. હિંસક પ્રદર્શન વચ્ચે ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં આઠ વર્ષનાં બાળકનાં મોતની ખબર છે. ઉત્તર પ્રદેશમાં હિંસક પ્રદર્શનમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 18 થઇ ગઈ છે. 57 પોલીસકર્મી પ્રદર્શન દરમિયાન ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા છે.
ભીડ પર પોલીસનાં લાઠીચાર્જ બાદ ઘટના
નાસભાગમાં કચડાઈ ગયું માસુમ બાળક
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, જીલ્લાના વહીવટી અધિકારીઓએ વળતરનું આશ્વાસન આપ્યું
પોલીસે લાઠીચાર્જ કર્યો ત્યારે આ બાળક ભીડની ચપેટમાં આવી ગયું
દેશમાં CAAનાં વિરોધમાં ભારે વિરોધ થઇ રહી છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણમાં કેટલાય લોકોના મોતનાં સમાચાર છે. આ દરમિયાન જાણકારી મુજબ 20મી તારીખે એક બાળકની વારાણસીમાં મોત નીપજ્યું છે. આ બાળક પ્રદર્શન દરમિયાન પોલીસનાં લાઠીચાર્જ બાદ નાસભાગમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. નોંધનીય છે કે જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો ત્યારે આ બાળક ભીડની ચપેટમાં આવી ગયું અને ભીડમાં તે ગંભીર રીતે કચડાઈ ગયો.
બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
જાણકરી મુજબ આ બાળક વારાણસીનાં ધરારા વિસ્તારમાં પોતાના ભાઈબંધ સાથે રમી રહ્યો હતો. તે જ દિવસે આ વિસ્તારમાં પ્રદર્શન પણ થઇ રહ્યા હતાં. પ્રદર્શન કરી રહેલા લોકોને ભગાડવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો અને જે બાદ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ અને બાળક આ ભીડમાં ચકદાઈ ગયું. જાણકારી મુજબ આ બાળક શુક્રવારે ઈજાગ્રસ્ત થયો હતો અને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અને સારવાર દરમિયાન બાળક મોતને ભેટી ગયું.
15 વર્ષનો એક બાળક પણ ભીડનો શિકાર થયો જેની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે
મૃતકનાં પિતા રસોઈયા તરીકે કામ કરે છે. તેમણે આરોપ લગાવ્યા કે શુક્રવારે અહીં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતાં અને સાંજે ચાર વાગે પોલીસે લોકોએ અહીંથી ભગાડવા માટે ડંડા મારવાની શરૂઆત કરી દીધી અને તે દરમિયાન નાસભાગ થઇ અને બાળક ભીડ નીચે કચડાઈ ગયું. બાળક ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો. આ ઘટના માટે બાળકની સાથે 15 વર્ષનો એક બાળક પણ ભીડનો શિકાર થયો છે જેની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. જીલ્લા વહીવટ કરતા અધિકારીઓએ કહ્યું કે છે કે પરિવારને વળતર માટે રાજ્ય સરકારને અરજી કરવામાં આવશે.