બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:49 PM, 23 January 2025
ખરાબ આહાર તમારા બાળકોની દ્રષ્ટિની શક્તિ છીનવી શકે છે, તમારા બાળકો અંધ બની શકે છે. આવો જ એક કિસ્સો મલેશિયામાંથી સામે આવ્યો છે. મલેશિયાના એક 8 વર્ષના છોકરાએ શાળામાં અચાનક તેની દ્રષ્ટિ ગુમાવી દીધી. તેના બીજા ધોરણના વર્ગમાં તેણે બૂમ પાડી, ટીચર મને કંઈ દેખાતું નથી. આ પછી તેને તાબડતોબ હોસ્પિટ લઈ જવાયો પરંતુ ત્યાં સુધીમાં તેની દ્રષ્ટિ જતી રહી હતી.
ADVERTISEMENT
વિટામિન Aની ગંભીર ઉણપને કારણે આંખોની રોશની ગુમાવી
ડોક્ટરોએ જણાવ્યું કે બાળકમાં વિટામિન Aની ગંભીર ઉણપ છે, જેના કારણે તેની ઓપ્ટિક નર્વને નુકસાન થયું છે. બાળકની દ્રષ્ટિ ગુમાવવાનું કારણ તેની ખૂબ જ ખરાબ ખાવાની આદતો હતી. તે બાળપણથી જ ચિકન નગેટ્સ, સોસેજ અને કૂકીઝ ખાતો હતો, જેને કારણે તે કૂપોષણનો શિકાર બન્યો હતો અને તેને વિટામીન એની ખામી સર્જાઈ હતી.
ADVERTISEMENT
કેવી રીતે રોકી શકાય?
આંખના હેલ્થ માટે વિટામિન એ ખૂબ જ જરૂરી છે. તે રેટિનાની યોગ્ય કામગીરી માટે જરૂરી રંજકદ્રવ્યો ઉત્પન્ન કરે છે. તેની ઉણપથી રાતા અંધત્વ (રાત્રે જોવામાં મુશ્કેલી) અને ઓપ્ટિક નર્વને કાયમી નુકસાન થઈ શકે છે. ઓપ્ટિક એટ્રોફીને ટાળવા માટે, આહારમાં પૂરતા પ્રમાણમાં વિટામિન Aનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. વિટામીન A ની ઉણપથી આંખો શુષ્ક થઈ શકે છે અને તેમના કાર્યને અસર થઈ શકે છે. આ સ્થિતિમાં ઓપ્ટિક નર્વને પણ નુકસાન થઈ શકે છે.
વિટામિન A માટે તમારા આહારમાં આ ખોરાક સામેલ કરો
ગાજર: વિટામિન A થી ભરપૂર
સ્પિનચ: પોષણ અને એન્ટીઑકિસડન્ટોના સારા સ્ત્રોત
ઈંડા: પ્રોટીન અને વિટામિન A થી ભરપૂર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.