બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાત્રે સૂતા પહેલા કરો આ કામ, નહીં ખાવી પડે દવા, આખી રાત આવશે ઘસઘસાટ ઊંઘ
Last Updated: 11:49 PM, 17 January 2025
વર્તમાનમાં વિશ્વમાં ઘણા લોકો એવા છે કે જે જેમને રાત્રે ઊંઘ આવે તેની માટે દવાઓ લેવી પડે છે. જોકે સૂતા પહેલાં સ્ક્રીનથી દૂર રહેવું જોઈએ, વાંચવું જોઈએ, હળવી કસરત કરવી કે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરવી એક નેચર ટેકનિક છે. ઊંઘ ન આવવી ખૂબ ચિંતાજનક સમસ્યા બની શકે છે. પછી ધીરે-ધીરે આ ખતરનાક રૂપ લઈ લે છે. આ સમસ્યાથી બચવા તમે અમુક નેચરલ ઉપાય અપનાવી શકો છો. તો ચાલો આવા જ 8 નુસખા વિશે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
એક યોગ્ય ઊંઘ માટે આ 8 સ્ટેપ્સને ફોલો કરો
રૂટિન બનાવવું: દરેક વ્યક્તિને પોતાના આખા દિવસનું એક રૂટિન બનાવવું જોઈએ. એટલે દરરોજ એક જ સમયે સૂવું અને ઊઠવું. દરેક કામ કરવા માટે એક ટાઈમ ટેબલ બનાવવું.
ADVERTISEMENT
સૂતા પહેલા સ્કીનથી બચવું: સુવાના અમુક કલાક પહેલા ફોન કે ટેબલેટ જેવી બ્લુ લાઇટ વાળી સ્ક્રીનનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે આ તમારી ઊંઘને ખરાબ કરવાની શક્યતા ઘણી વધુ છે. સાથે જ આ તમારા રૂટિનને પણ ખરાબ કરી શકે છે.
હેવી ખોરાક કે લેટ નાઈટ ડ્રિંકથી બચવું: સૂતા પહેલા હેવી ખોરાક, દારૂ ,કેફીન અને તમાકુ ખાવાનું ટાળવું. આ તમારા સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક છે.
સૂતા પહેલા આરામ કરવો: ન્હાવું, બુક વાંચવી કે ગીત સાંભળવાનો પ્રયત્ન કરો.
પોતાના બેડરૂમને આરામદાયક બનાવો: આ વાતનું ધ્યાન રાખવું કે તમારો બેડ આરામદાયક અને સહાયક હોય. અને તમારા રૂમમાં લાઇટ બંધ વાતાવરણ શાંત થાય.
દરરોજ કસરત કરવી: તમે આખો દિવસ એક્ટિવ રહો એટલા માટે દરરોજ કસરત કરવી. કસરત કરવાથી થાક લાગસે જે સારી ઊંઘ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
હેલ્ધી ડાયટ લેવી: આખા અનાજ, નટ્સ, ફળ અને શાકભાજી જેવા ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) વાળો ખોરાક લેવો. આનાથી તમારી ઓવરઓલ હેલ્થને વધારે ફાયદો થશે.
વધુ વાંચો: જમ્યા પછી સોડા કે કોલ્ડ ડ્રિંક્સ પીનારા ચેતજો! ટાઈપ 2 ડાયાબિટીસનું વધશે જોખમ
રૂમનું ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવું: પોતાના બેડરૂમમાં વધારે આરામદાયક તાપમાન જાળવી રાખવું, લગભગ 60–67°F (16–19ºC)
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.