બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / eight family members scorched due to gas cylinder blast in the house in agra

દર્દનાક દુર્ઘટના / આ બાબતમાં તો ખાસ ધ્યાન રાખો! અહીં ગેસ સિલિન્ડર ફાટવાથી એક જ પરિવારના 8 લોકો બળીને ભડથું થઈ ગયા

Premal

Last Updated: 12:00 PM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગ્રાના શાહગંજ વિસ્તારના ભોગીપુરામાં સોમવારે સવારે વાલ્મિકી વસ્તીમાં ગેસ સિલિન્ડર ફાટવાથી એક જ પરિવારના આઠ લોકો ભડથુ થયા. આ દુર્ઘટના સવારે અંદાજે સવા આઠ વાગે ઘટી. વાલ્મીકિ વસ્તીમાં રહેતા વિનોદના ઘરમાં અચાનક સિલિન્ડરમાં આગ લાગી હતી. ભીષણ આગથી પરિવારજનોએ ચીસાચીસ કરી હતી.

  • આગ્રાના શાહગંજ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટ્યુ
  • એક જ પરિવારના આઠ લોકો થયા ભડથુ
  • ભીષણ આગથી પરિવારજનોએ કરી હતી ચિસાચિસ

આગમાં 8 લોકો ભડથુ

આ દરમ્યાન વિનોદ, તેની પત્ની કમલેશ, દીકરો, ભત્રીજી સહિત આઠ લોકો આગમાં ભડથુ થયા. શેરીના લોકોએ સૌને બહાર કાઢ્યા. સૂચનાને પગલે ઘટનાસ્થળે પોલીસ પહોંચી. ગેસ સિલિન્ડર ફાટવાથી ઘર પણ ક્ષતિગ્રસ્ત થયુ છે, જેનાથી આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો છે. પોલીસે ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવ્યો. 

અત્યારે દરેક લોકોની સ્થિતિ સારી

આગમાં ભડથુ થયેલા લોકોને એસએન મેડિકલ કોલેજની ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરનું કહેવુ છે કે અત્યારે બધાની સ્થિતિ સારી છે. દુર્ઘટના સિલિન્ડરમાં આગ લાગવાથી ઘટી છે. જેનુ કારણ લીકેજ પણ હોઇ શકે છે. જો કે, અત્યારે તપાસ કરાઈ રહી છે. 

 


 

સંકળાયેલા મુદ્દાઓ

Agra fire gas cylinder blast gas cylinder blast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ