ટેલીકોમ સેક્ટરની સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે ઇદ નિમિતે 786 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકને અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ મળશે. STV786 નામના આ પ્લાનમાં ગ્રાહક 300 GB 2G/3G ડેટાની સાથે 15000 SMSનો ફાયદો ઊઠાવી શકશો.
જણાવી દઇએ આ રિચાર્જ કરાવવા પર ગ્રાહકને દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટાની સાથે 100SMS રોજના મળશે. આ પેકની વેલિડિટી 150 દિવસની રહેશે. આ પ્લાનને લેવા માટે ગ્રાહકને 12 જૂનથી લઇને 26 જૂનની વચ્ચે રિચાર્જ કરાવવું પડશે.
Unlimited calls for unlimited talks with an attractive data plan #STV786 on the occasion of #Eid. Speak out your Heart Loud wherever you are in the nation. Spread the sweetness and grab this #BSNLSTVOffer now. pic.twitter.com/FmIZwHg07c
BSNLએ ગત વર્ષે પણ ઇદના તહેવારે 786 રૂપિયાનો પ્લાન પેશ કર્યો હતો. પરંતુ આ વખત કંપનીએ વધારે ફાયદા આપ્યા છે. ગત વર્ષ વાળા પ્લાનમાં કંપની 90 દિવસ માટે 3 GB જેમાં આપી રહી હતી. એમાં ગ્રાહકોને ફ્રી SMS મળી રહ્યા નહતા. આ પહેલા BSNLએ FIFA વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા 149 રૂપિયાનો પ્લાન પેશ કર્યો હતો. એમા ગ્રાહકને વર્લ્ડ કપ મેચ દરમિયાન દરરોજ 4 GB ડેટા આપવામાં આવી રહ્યો છે.