બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 16મીએ ઇદે મિલાદ તો 17મીએ ગણેશ વિસર્જન, અમદાવાદમાં એલર્ટ, આરોપીઓ પર રખાશે બાજ નજર
Last Updated: 08:19 PM, 9 September 2024
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાને લઈને અમદાવાદ પોલીસ એક્શનમાં જોવા મળી છે. જેમાં પોલીસ કમિશનરે વિડિયો કોન્ફરન્સ કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ DCPને સૂચના આપવામાં આવી હતી. જેમાં ઈદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસની ખાસ તૈયારીઓ શરૂ કરી દેવા જણાવવામાં આવ્યુ છે.
ADVERTISEMENT
અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં 627 જેટલા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આ મહિનાની 17 તારીખે અમદાવાદમાં ગણપતિ વિસર્જન કરવામાં આવશે અને 16 તારીખે ઇદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવનાર છે. ત્યારે કોઇ ઘટના ન ઘટે તેને લઇ તમામ ગણેશ મંડપ પર પોલીસનો ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: CCTV: સુરતમાં બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર! 5 યુવાનો હવામાં ફંગોળાયાં
આ બંદોબસ્તમાં હોમગાર્ડ અને SRPના જવાનોને રાખવામાં આવ્યા છે. જેમાં પોલીસ બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત વધુ ભીડ હશે ત્યાં સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં પણ ખાસ વોચ રાખવામાં આવશે. ગુનાહિત ઇતિહાસ, કોમી પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપીઓ પર પોલીસની બાજ નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.