બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઈમરજન્સીમાં PF એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા, કાગળિયાની કોઈ રામાયણ નહીં
Last Updated: 10:01 AM, 9 January 2025
EPFO News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેના સદસ્યોને બેન્કિંગનો બહોળો અનુભવ મળે તે દિશામાં સતત કાર્યરત છે. જે અંતર્ગત તે તેના સભ્યોને ઇમરજન્સીના સમયમાં સીધા જ પીએફના ખાતામાંથી રકમ ઉપાડી શકવાની સુવિધા આપવા પર કામ કરી રહ્યું છે. આ માટે કોઈપણ પ્રકારના કાગળ કે ડોક્યુમેન્ટની જરૂર રહેશે નહીં. ઇમરજન્સી ઉપાડ માટે એક નિશ્ચિત રકમ નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ EPFOના અધિકારીઓ શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે મળીને નાણાં મંત્રાલય, રિઝર્વ બેન્ક અને અન્ય બેન્ક સાથે મળીને આ વિષય પર વિચાર વિમર્શ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મઉજબ જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયા કે પછી ફેબ્રુઆરી મહિનામાં EPFO તેની આઇટી સિસ્ટમ 3.0 પર કામ કરવાનું શરૂ કરી દેશે.
ADVERTISEMENT
શું થશે આઇટી સિસ્ટમમાં ફેરફાર?
નાણાં મંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક અને અન્ય બેંકોની ભલામણો અનુસાર આઇટી સિસ્ટમમાં ફેરફારો કરવામાં આવશે. અત્યાર સુધી EPFO ને ઘણા પ્રકારના સૂચનો મળ્યા છે. EPFO ઇચ્છે છે કે સભ્યો કટોકટીની સ્થિતિમાં કોઈપણ કાગળકામ કર્યા વિના તેમના ખાતામાંથી નિશ્ચિત રકમ ઉપાડી શકે.
EPFO દ્વારા મળેલા સૂચનોમાં કહેવામાં આવ્યું છે કે સંસ્થાએ કોઈ નવું કાર્ડ જારી ન કરવું જોઈએ પરંતુ તેના બદલે તેના સભ્યોને કટોકટીની સ્થિતિમાં EPFO ખાતામાંથી સીધી નિશ્ચિત રકમ ઉપાડવાની મંજૂરી આપવી જોઈએ.
બેન્કિંગ મુજબ કામ કરશે સંપૂર્ણ સિસ્ટમ
આ માટે સભ્યો તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને પાસવર્ડ સાથે પોર્ટલ અને એપ દ્વારા લોગિન કરી શકે છે અને નિર્ધારિત રકમ તાત્કાલિક તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. આ પછી તે રકમનો ઉપાડ બેંક ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા UPI દ્વારા કરી શકાય છે. આ રીતે EPFO ની આખી સિસ્ટમ બેંકિંગની જેમ કામ કરી શકશે.
દરેક બેન્ક સાથે લિન્ક થશે પીએફ એકાઉન્ટ
EPFO બધી મોટી બેંકોને UAN સાથે લિંક કરશે જેથી ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાનું સરળ બની શકે. આ માટે આઇટી સિસ્ટમ 3.0 નું કામ જૂન સુધીમાં પૂરું થાય તેવી શક્યતા છે અને હાલ આના માટે તમામ મુખ્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે જેથી વધુ સારા સુધારા કરી શકાય.
અલગ કાર્ડ કામનો ભાર વધારશે
એક સૂચન એવું પણ મળ્યું છે કે જો EPFO અલગ ATM કાર્ડ આપે છે તો તેના માટે ઘણા ફેરફારો કરવા પડશે. બેંકિંગ લાઇસન્સ સહિત અન્ય પરવાનગીઓ પણ રિઝર્વ બેંક પાસેથી લેવી પડી શકે છે. આવી સ્થિતિમાં અલગ કાર્ડ કામનો ભાર વધારી શકે છે માટે આ દિશામાં કાર્ય ચાલી રહ્યું છે. EPFOનો ઉદ્દેશ્ય લોકોને ઇમરજન્સીના અન્ય પરિસ્થિતિઓમાં તેમના PF ખાતામાં જમા કરાયેલા પૈસા ઉપાડવાનું સરળ બનાવવાનો છે.
આ નવી સિસ્ટમ હશે
EPFO દ્વારા મળેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે સંસ્થાએ કોઈ નવું કાર્ડ બહાર ના પડવું જોઈએ પરંતુ તેના બદલે તેના સભ્યોને કટોકટીની સ્થિતિમાં EPFO ખાતામાંથી સીધી નિશ્ચિત રકમ ઉપાડવાની મંજૂરી આપવી જોઈએ. અને આ માટે સભ્યો પોર્ટલ અને એપ દ્વારા UAN અને પાસવર્ડથી લોગિન કરી શકે છે અને નિર્ધારિત રકમ તાત્કાલિક તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. આ પછી પૈસાનો ઉપયોગ બેંક ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા UPI દ્વારા કરી શકાય છે.
વધુ વાંચો: છોકરીઓ ચેતે! આ વેક્સ કરવાથી ફાયદા કરતાં નુકસાન વધારે, કાળાશ આવવાનું પણ કારણ
ઉપાડની શરતો બદલાશે નહીં
EPFO સાથે સંકળાયેલા અધિકારીઓએ પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે IT 3.0 રકમ ઉપાડવાની સિસ્ટમને સરળ બનાવવામાં આવશે જેથી કટોકટીની સ્થિતિમાં સરળતાથી પૈસા ઉપાડી શકાય અને તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં આ ઉપરાંત અન્ય માંગલિક પ્રસંગો જેવા કે લગ્ન કે પછી અન્ય જરૂરી ખર્ચ જેવા કે ઘર બાંધકામ અને શિક્ષણ જેવા હેતુઓ માટે પણ નિર્ધારિત મર્યાદામાં પૈસા ઉપાડી શકાય છે, તેથી પૈસા ઉપાડવા સંબંધિત નિયમોમાં કોઈ ફેરફાર થશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT