Efforts for employment will be successful for the people of this zodiac today, know how the fate of others will be?
રાશિફળ /
આ રાશિના જાતકો માટે આજે રોજગારી માટેના પ્રયત્નો સફળ નીવડશે, જાણો અન્યનું ભાગ્ય કેવું રહેશે?
Team VTV07:00 AM, 25 Jan 23
| Updated: 07:22 AM, 25 Jan 23
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.
આજનું પંચાંગ
25 01 2023 બુધવાર
માસ મહા
પક્ષ શુક્લ
તિથિ ચોથ બપોરે 12.33 પછી પાંચમ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ
યોગ પરિઘ
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 12.33 પછી બવ
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) બપોરે 2.28 પછી મીન (દ.ચ.ઝ.થ.)
----------------------
ડૉ.મહેન્દ્ર પંડ્યા
-------------------------- મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ પ્રસન્નતાનો અનુભવ થશે. તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના છે. જમીન અથવા ખેતીમાં લાભ જણાશે. નોકરીમાં સારા અધિકારી કે પ્રમોશનની શક્યતા જણાય છે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનૂકૂળતા રહેશે. સરકારી કામમાં અનૂકુળતા રહેશે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ કઠિન રહેવાનો છે. કાલે આ રાશિના જાતકો માનસિક અશાંતિનો અનુભવ થશે. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિ માટે કાલનો દિવસ અકારણ ચિંતાથી કામ બગડશે. અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિમાં માટે કાલનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. તેમજ સામાજીક માન-પ્રતિષ્ઠા વધશે.
મકર (ખ.જ)
આ રાશિના જાતકો માટે ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થોડી પરેશાની જણાશે. ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિના જાતકોને ધંધાકીય ક્ષેત્રમાં સફળત મળશે. પદોન્નતિ માટ નવી તકો મળશે. પરિવારનો પ્રેમ મેળવી શકશો. આપના મનની મૂંઝવણો દૂર થશે.
મીન (દ.ચ.ઝ.થ)
આ રાશિના જાતકોએ કામકાજમાં સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચતી પરેશાની વધશે. સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે. નોકરીયાત વર્ગ માટે સારો સમય છે.
----------------------------
શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
------------------
શું કરવું? : ગાયને લીલું ઘાસ અને મહાદેવજીને શેરડીના રસનો અભિષેક
શું ના કરવું? : પાણીનો બગાડ ના કરશો
આજનો મંત્ર : રીમ્ જનાર્દન વાસુદેવાય નમ:
આજનું દાન : મગ-ભાતની ખીચડીનું દાન કરો